Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

શિકાગોના નેપરવીલમાં ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો : રંગબેરંગી ફ્લોટ્સ , ડાન્સ,તથા ભારતીય સંસ્કૃતિના નિદર્શન સાથે વિવિધતામાં એકતા દર્શાવતા 30 હજાર ઉપરાંત ભારતીયો જોડાયા

શિકાગો : શિકાગો ની નજીક  આવેલા નેપરવીલના નોચ પાર્ક માં ઇન્ડિયન કોમ્યુનીટી આઉટ રીચ (ICO) દ્વારા આયોજિત ભારતના ૭૩મા સ્વાતંત્રના દિવસ નિમિતે ૫ મી ઇન્ડિયા ડે પરેડની ઉજવણી ઓગસ્ટ ૧૧મીએ ૩૦,૦૦૦થી વધારે જનસમુદાયે હાજરી આપી હતી. આ પ્રસંગે ભારતીય અમેરિકાનો ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવવા ગણી મોટી સંખ્યા માં હાજરી આપેલ. ICOના  અધ્યક્ષ ક્રિષ્ના બંસલે  જણાવ્યુકે ICO ઇન્ડિયન અમેરિકાનો માટે તેમની ટેલેન્ટ ડાન્સ, મ્યુઝીક, અને કલ્ચરલ પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ પૂરું પા ડેછે. આ વર્ષે રંગબેરંગી પરેડમાં કુલે ૭૦ એન્ટ્રીઓ આવેલ જેમાં જુદાજુદા કોમ્યુનીટી  સંસ્દ્વાથા તથા બિઝનેસો,ર્ઓમ ફોર્સ  અને રેસ્ટોરન્ટ  દ્વારા રંગબેરંગી ફલોટસ તૈયાર કરવામાં આવેલ. ૧૦૦ થી વધારે બુથો દ્વારા તેમની પ્રોડક્ જેવીકે હેલ્થ્ફેર, ઈંટરનેશનલ ફૂડ કોર્ટ, તેમના સ્પેસીઅલ મેનુ દ્વારા તૈયાર કરવામાં આવેલ. બાળકો માટે રમત ગમત નો પાર્ક, ઇન્ડિયન બઝાર, ફેશન ક્લોથીંગ, જવેલરી અને ફર્નીચર સ્ટોર્સ ઉભા કરવામાં આવેલ.

  ICO ના ચેરમેન અને પ્રેસિડેન્ટ શ્રી ક્રિષ્ના બંસલે જણાવ્યુકે ઇન્ડિયા ડે પરેડ ઉજવવા પાછળનો હેતુ એ છેકે આપણા ઇન્ડિયન અમેરિકાનો અમેરિકાની મુખ્ય ધારા માં ભળી શકે. આ પ્રસગે માત્ર ભારત પ્રત્યે જાગૃતિ અને આદર પેદા કર્યો નથી પણ ભારતથી આવેલ અહીના પુખ્ત વયના લોકો અને યુવાનોની પ્રથમ ઝનરેસન અને પછીના ઝનરેસન માં ભારત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ જળવાઈ રહે તે માટેના પ્રયત્નો છે. શ્રી બંસલે જણાવ્યુકે આ પ્રસંગે ભાગીદારો, પ્રયોજકો, મીડિયા અને સ્વયંસેવકોએ સફળતામાં ફાળો આપેલ્છે. USA અને ભારત ના રાષ્ટ્ર ધ્વજો લહેરાવતા ગ્રાન્ડ પરેડ રસ્તા ઉપર લોકોની સંખ્યા મોટા પ્રમાણ માં હતી. પરેડમાં ભારતના ૨૦થી  વધુ રાજ્યોની સંસ્કૃતિ, નૃત્યો અને વિશેષતો ઓં  દર્શાવવામાં આવી હતી. NC TV ૧૭ અને TV ASIA  વંદના જીગન દ્વારા માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગ્રાન્ડ માર્સલ  સલીમ અને  સુલેમાન ભારતીય ધ્વજ દ્વારા પરેડનું સુંદર માર્ગદર્શન  પૂરું પાડેલ. જયારે  યુ.એસ. એર ફોર્સ , આર્મી અને મરીન કોપર્સની હાજરીએ પરેડમાં જનજાગૃતિ લાવવાનો અનુભવ કરેલ. આ વખતે પરેડમાં પહેલીવાર એર ઇન્ડિયા એ સંપૂર્ણ  પોશાક પહેરેલા ક્ર્રુએ વિશેષ આકર્ષણ જમાવેલ. માઈલ લાંબી પરેડે  ભારતની સંમૃદ્ધ  સંસ્કૃતિ, પ્રદર્શન કરેલું. આયોજકો દ્વારા બોલીવુડના ગાયકો સલીમ સુલેમાન, સુખબીર સીંગ , રેક્સ ડિસોઝા અને ગાયિકા શિલ્પી પોલએ બોલીવુડના ગીતોની  રમઝટ બોલાવી મનોરંજન પીરસેલ. સલીમ સુલેમાને રાષ્ટ્રધ્વજ ને લહેરાવી દેશભક્તિના ગીતો ગાઈને મનોરંજન પીરસેલ.

 આ કાર્યક્રમ દરમિયાન નેપર્વીલના મેયર સ્ટીવ ચીરીકોએ  પોતાના પ્રવચન માં જણાવ્યુકે ભારતના ૭૩મા સ્વતંત્ર દિવસ ઉજવણી અને પરેડ માં ભારતીય અમેરિકનો નો પ્રતીસ્વાદ જોઇને મને આનંદ વિભોર થઇ ગયો છું ભારતીયોના યોગ્ય વલણ અને સકારત્મક કાર્ય નીતિ માટે વિશ્વભરમાં આદર આપવામાં આવેછે. ભારતના કોન્સુલ જનરલ શિકાગોના માનનીય શ્રી સુધાકર દલેલાજી એ ICOને અભિનંદન  આપ્યા અને સૌને ભારતના ૭૩મા સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામનાઓ પાઠવેલ. કોંગ્રસના રાજા કૃષ્ણ મૂર્તિ, રીપ્રેઝેન્ટેટિવ ગ્રાન્ટ વેહરલી અને ઘણા ચુટાયેલા પ્રતીનીધિયોએ ICO એ આમંત્રણ આપવા બદલ આભાર માનેલ.

   ICOના ટ્રેઝરર વિરલ શાહે જણાવ્યુકે આ કાર્યક્રમ લોકો માટે મફત હતો. તેમને ગ્રાન્ડ સ્પોન્સર પટેલ બ્રધર્સ, ઇવેન્ટ સ્પોન્સરમોલ ઇન્ડિયા અને ઘણા કોર્પોરેટરો અને સ્થાનિક સંસ્થાઓ અને પ્રયોજકો ની સહાયથી આ શક્ય બન્યું છે. ICO બોર્ડના સભ્ય વશાવી ચકાએ જણાવ્યુકે પરેડની ઘણી સારી સફળતા એ અમારો ઉત્સાહ  વધારી દીધોછે. અમો ભારત નામ  વીશ્વવભરમાં આદર પામે એવા પ્રયત્નો કરતા રહીશું.  ICOના સભ્ય દિનકર કરુમુરી એ જણાવ્યુકે શિકાગો એરિયામાં ટેક્નોલોજી કંપનીઓ આ વિસ્તારના રહેવાસીઓને નોકરીઓ પૂરી પાડેછે અને કાર્યક્રમને ટેકો આપવા બદલ આભાર માન્યો.

      ICO ના અધ્યક્ષ શ્રી ક્રિષ્ના બંસલે અંત માં જણાવ્યુકે આ કાર્યક્રમની સફળતાનો શ્રેય મારા બોર્ડ મેમ્બરો અને અસંખ્ય વોલીન્ટરભાઈઓ અને બહેનોએ રાત દિવસ જોયા વગર મહેનત કરી તથા દર મીનીટે ફલોટસ વચ્ચેની જગ્યા રાખવી અને પરેડનું  સલામતી અને આયોજન કરવા બદલ તથા આયોજકો , મીડિયા, ભાગીદારો , મહાનુભાવો, અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકનો આભાર માન્યો હતો. તેમણે ૨૦૨૦ માં આવોજ ઇન્ડિયા ડે ઉજવવાની ઘોષણા કરી અને ICO સહકાર આપી જોડાવવા વિનંતી કરેલ. બરોબર  રાત્રે ૯:૩૦ કલાકે ફાયર વર્ક યોજવામાં આવેલ. વધુ માહિતી માટે સંપર્ક સાધો

http://www.indiancommunityoutreach.org  અથવા  ફોને કરો ૬૩૦-૩૦૦-૦૩૪૫ તેવું શ્રી કલા જયંતિ ઓઝા ફોટો જર્નાલિસ્ટ તથા શ્રી જયંતિ ઓઝાની યાદી દ્વારા જાણવા મળે છે.

(1:20 pm IST)