Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

યુ.એસ.માં ન્યુજર્સી સ્ટેટ એસેમ્બલીમેન તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી ગૌતમ જોઇસઃ ૪ જુન ૨૦૧૯ના રોજ પ્રાઇમરી ચૂંટણીઃ ૮ ઉમેદવારો વચ્ચે જંગ

ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી ગૌતમ જોઇસએ સ્ટેટ એસેમ્બલી સીટ માટે ૨૧મા ડીસ્ટ્રીકટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ સીટ ઉપર ચૂંટણી લડવા ઉત્સુક તેઓ ૮મા ડેમોક્રેટ ઉમેદવાર છે.

આ અગાઉ ૨૦૧૮ની સાલમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડયા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. હવે તેઓ સ્ટેટ એસેમ્બલી ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ૪ જુન ૨૦૧૯ના રોજ પ્રાઇમરી ચૂંટણી છે.

(8:22 pm IST)