Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

યુ.એસ. માં સાંઇ હેલ્થફેર તથા જયોર્ર્જીયા ઇન્ડિયન નર્સિસ એશોશિએશનના ઉપક્રમે હિન્દુ ટેમ્પલમાં હેલ્થફેર યોજાયોઃ ર૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો.

જર્ર્યોજીયાઃ યુ. એસ.માં સાંઇ હેલ્થફેર  અને જયોર્જીયા ઇન્ડિયન નર્સીસ એશોશિએશનના સંયુકત ઉપક્રમે ર૮ સપ્ટે. ર૦૧૯ શનિવારના રોજ ૪ર મો સાંઇ હેલ્થફેર યોજાઇ ગયો જે મહાત્મા ગાંધીની ફિલોસોફીના પ્રચાર માટે યોજાયો હતો.

રિવરડેલ જયોર્જીયા મુકામે આવેલા હિન્દુ ટેમ્પલ રિવરડેલ ખાતે યોજાયેલા આ હેલ્થફેરમાં ર૦૦ ઉપરાંત દર્દીઓના બ્લડ ટેસ્ટ તથા વિવિધ દર્દોના નિદાન કરી અપાયા હતા. જે માટે નિષ્ણાંત તબીબો, નર્સીસ, ફીઝીશ્યન્સ તેમ વોલન્ટીઅર્સએ સેવાઓ આપી હતી.

ઉપરાંત EKG બોન મિનરલ ડેન્સીટી સ્ક્રીનીંગ, ડાયાબિટીસ સહિતના નિદાન કરી આપવાની સાથે દર્દો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતુ. તેમજ આર્યુવેદિક સારવાર અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ.

તમામ દર્દીઓ માટે સ્નેકસ ફુડ, ડ્રીંકની વ્યવસ્થા કરાઇ હતી.

(9:03 pm IST)
  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST