યુ.એસ. માં સાંઇ હેલ્થફેર તથા જયોર્ર્જીયા ઇન્ડિયન નર્સિસ એશોશિએશનના ઉપક્રમે હિન્દુ ટેમ્પલમાં હેલ્થફેર યોજાયોઃ ર૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો.
જર્ર્યોજીયાઃ યુ. એસ.માં સાંઇ હેલ્થફેર અને જયોર્જીયા ઇન્ડિયન નર્સીસ એશોશિએશનના સંયુકત ઉપક્રમે ર૮ સપ્ટે. ર૦૧૯ શનિવારના રોજ ૪ર મો સાંઇ હેલ્થફેર યોજાઇ ગયો જે મહાત્મા ગાંધીની ફિલોસોફીના પ્રચાર માટે યોજાયો હતો.
રિવરડેલ જયોર્જીયા મુકામે આવેલા હિન્દુ ટેમ્પલ રિવરડેલ ખાતે યોજાયેલા આ હેલ્થફેરમાં ર૦૦ ઉપરાંત દર્દીઓના બ્લડ ટેસ્ટ તથા વિવિધ દર્દોના નિદાન કરી અપાયા હતા. જે માટે નિષ્ણાંત તબીબો, નર્સીસ, ફીઝીશ્યન્સ તેમ વોલન્ટીઅર્સએ સેવાઓ આપી હતી.
ઉપરાંત EKG બોન મિનરલ ડેન્સીટી સ્ક્રીનીંગ, ડાયાબિટીસ સહિતના નિદાન કરી આપવાની સાથે દર્દો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતુ. તેમજ આર્યુવેદિક સારવાર અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ.
તમામ દર્દીઓ માટે સ્નેકસ ફુડ, ડ્રીંકની વ્યવસ્થા કરાઇ હતી.