Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતના રેલવે,કોલ,તથા કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ સાથે વાર્તાલાપની તક : આવતીકાલ 20 ઓક્ટો ના રોજ ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ,TVAsia,તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે કરાયેલું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા: ન્યુજર્સી :યુ.એસ.માં કોન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયા(ન્યુયોર્ક),TVAsia, તથા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ 20 ઓક્ટો શનિવારના રોજ ભારતના રેલવે ,કોલ,તથા કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ સાથે વાર્તાલાપનું આયોજન કરાયું છે.

 TVAsia ઓડિટોરિયમ,76 નેશનલ રોડ,એડિસન,ન્યુજર્સી મુકામે યોજાનારા આ વાર્તાલાપનો સમય સાંજે 5 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.જેમાં જોડાવા તમામને આમંત્રણ પાઠવાયું છે.

 19 ઓક્ટો બપોરે 3 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેનાર હાજરી આપી શકશે.જે માટે commerce.newyork@mea.gov.in અથવા info@tvasiausa.com દ્વારા અથવા કોન્ટેક ન.(732)650-1100 દ્વારા સંપર્ક સાધી શકાશે સલામતીના કારણસર આમંત્રણ કાર્ડની નકલ  સાથે લાવવા જણાવાયું છે.તેવું શ્રી જયેશ પટેલની યાદી જણાવે છે.

(8:47 am IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનો દોર યથાવત :મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો લિટરે થશે ઘટાડો ;છેલ્લા આઠેક દિવસથી ઇંધણના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત ; વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટતાં ઇંધણના ભાવમાં કોઈ વધારો નહિ access_time 1:15 am IST

  • ગુજરાત સરકારનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ રાજભવન :ઝારખંડના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત:31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા આવ્યું પ્રતિનિધિ મંડળ access_time 4:38 pm IST

  • અમરેલી-ખાંભા અને મોટા બારમણની સસ્તા અનાજની બે દુકાનો સીઝ કરાઈ:પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં ગેરરીતી જણાતા કરાઈ કાર્યવાહી access_time 9:44 pm IST