Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમેરિકામાં માનવ તસ્કરી વિરુદ્ધ લડાઈ માટે ભારતીય મૂળના મહિલા સુશ્રી મીનલ પટેલને એવોર્ડ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ હાજરી આપી

વોશિંગટન : અમેરિકામાં માનવ તસ્કરી રોકવા માટે નીતિગત રીતે અનેક પ્રભાવશાળી પગલાં ઉઠાવવા બદલ ભારતીય મૂળના મહિલા સુશ્રી મીનલ પટેલને એવૉર્ડ એનાયત કરાયો છે.ગયા સપ્તાહમાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા એવોર્ડ સેરિમની પ્રોગ્રામ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સુશ્રી મીનલને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપી બહુમાન કર્યું હતું.આ પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ હાજરી આપી હતી.

   સેરેમની બાદ તેઓએ કહ્યું, આ અત્યંત મહત્વની પળ છે.મારાં માતા-પિતા ભારતથી અહીં આવ્યા છે. મારાં પરિવારમાં હુ પહેલી છું જેનો જન્મ અમેરિકામાં થયો. આ હિસાબે થોડાં વર્ષો પહેલાં મેયર ઓફિસ અને ત્યારબાદ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચવું અવિશ્વસનીય છે.

  સુશ્રી  મીનલની 2015માં હ્યૂસ્ટન મેયરના  વિશેષ સલાહકાર નિયુક્ત થઇ હતી. અમેરિકાના ચોથા સૌથી મોટાં શહેરમાં માનવ તસ્કરી રોકવા માટે તેઓએ નીતિગત રીતે અનેક પ્રભાવશાળી પગલાં ઉઠાવ્યા.

   તેઓ  સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર શહેરમાં લાગુ થયેલી નીતિઓ પર પોતાનો મુદ્દો સામે લાવ્યા.સુશ્રી મિનલ યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ હ્યુમનિટેરિયન સમિટના સ્પીકર પણ રહી ચુક્યા  છે. હાલમાં જ તેઓએ ગૃહ વિભાગના અનુરોધ પર ભારત અને કેનેડાની મુલાકાત લીધી હતી. આ બંને દેશોમાં તેઓએ તસ્કરી રોકવા માટે સરકારી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)
  • દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ એસોસિએશને દિલ્હીના તમામ 400 પેટ્રોલ પંપને 24 કલાક માટે બંધ રાખવાનું કર્યુ એલાન: 22 ઓકટોબર સવારે 6 વાગ્યાથી 23 ઓકટોબર સવારે 5 વાગ્યા સુધી દિલ્હીના તમામ પેટ્રોલ પંપ રહેશે બંધ access_time 2:18 pm IST

  • ભરૂચ :સ્ટેચ્યુ ઓફ યુનિટી આદિવાસીઓનો વિનાશ નોતરશે : સરકારે પટેલોના મત મેળવવા સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું' :ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનું નિવેદન:31મી ઓક્ટોબરે 14 જિલ્લાના આદિવાસીઓ કાર્યક્રમનો બહિષ્કાર કરી વિરોધ નોંધવાશે access_time 4:21 pm IST

  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST