Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

" જોય ઓફ શેરીંગ ફાઉન્ડેશન " : યુ.એસ.માં સનાતન ધર્મ હિન્દૂ ટેમ્પલ નોર્વાક ,કેલિફોર્નિયા મુકામે જરૂરિયાતમંદ પ્રજાજનો માટે ભોજન અને વિનામૂલ્યે ગ્રોસરી વિતરણની સેવા : છેલ્લા 21 રવિવારથી ચાલતી આ સેવા દ્વારા અત્યાર સુધીમાં 21 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું : 24 હજાર લોકોને વિનામૂલ્યે ગ્રોસરી વિતરણ

કેલિફોર્નિયા : યુ.એસ.માં સનાતન ધર્મ હિન્દૂ ટેમ્પલ નોર્વાક ,કેલિફોર્નિયા મુકામે દર રવિવારે જરૂરિયાતમંદ પ્રજાજનો માટે ભોજન અને વિનામૂલ્યે ગ્રોસરી વિતરણની સેવા " જોય ઓફ શેરીંગ ફાઉન્ડેશન "ના ઉપક્રમે કરવામાં આવી રહી છે.જે અંતર્ગત 1500 જેટલા ગરમ ફૂડ પેકેટ્સનું વિતરણ થઇ રહ્યું છે.તેમજ ગ્રોસરી વિતરણ પણ કરાઈ રહ્યું છે.
કોવિદ -19 ના કહેરના કારણે મુશ્કેલીમાં મુકાયેલા દરિદ્ર નારાયણોની સેવા માટે ફાઉન્ડેશનના 140 વોલન્ટિયર્સ જહેમત ઉઠાવે છે.
છેલ્લા 21 રવિવારથી શરૂ કરાયેલી આ સેવા અંતર્ગત અત્યાર સુધીમાં 21 હજાર તાજા ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે.તથા તથા 24 હજાર લોકો સાથેના 7600 પરિવારને વિનામૂલ્યે ગ્રોસરી વિતરણ કરાયું છે.
શ્રી ભીખુભાઇ પટેલના નેતૃત્વ સાથેના આ સેવાકીય પ્રોગ્રામ નો  અન્ય રાજ્યો તથા શહેરોમાં પણ વ્યાપ વધી રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)