Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

''રેશ્મા બ્યુટી USA૨૦૧૯'': લોસ એન્જલસમાં ૩મેના રોજ તમામ ઉંમરની તથા તમામ કોમની મહિલાઓ માટે યોજાઇ ગયેલી સૌંદર્ય સ્પર્ધાઃ ZeeTv આયોજીત સ્પર્ધામાં રેશ્મા બ્યુટીનો તાજ સુશ્રી આથીરા રાજીવના શીરે

લોસ એન્જલસઃ યુ.એસ.ના લોસ એન્જલસમાં ૩મે ૨૦૧૯ના રોજ ''રેશ્મા બ્યુટી USA ૨૦૧૯ સોંદર્ય સ્પર્ધા યોજાઇ ગઇ.

ZeeTvના ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં તમામ ઉમરની તથા તમામ કોમોની મહિલાઓ માટે પ્રવેશ હતો. જેમાં ૧૮ મહિલાઓએ ભાગ લીધો હતો. જેઓની પબ્લીક સ્પિકીંગ, મોડેલીંગ, ડાન્સીંગ, સોશીઅલ મિડીયા, સહિતની કસોટીઓના આધારે પસંદગી કરાઇ હતી. જેમાં હોમ મેકર્સ, મધર, એન્જીનીઅર્સ, સાન્ટીસ્ટસ, ફાઇનાન્સીઅલ એનાલિસ્ટીસ્ટસ સહિતની મહિલાઓનો સમાવેશ થયો હતો.

આ સ્પર્ધામાં એકટ્રેસ,મોડેલ તથા ડાન્સર આથીરા રાજીવના શીરે MS. રેશ્મા બ્યુટી USAનો તાજ શોભાયમાન કરાયો હતો. ફર્સ્ટ રનર્સ અપ તરીકે મધુલિકા ક્રિશ્નન તથા સેકન્ડ રનર અપ તરીકે કડીની પસંદગી થઇ હતી. આ તકે બોલીવુડ અભિનેચાઓ તથા અભિનેત્રીઓ તથા રેશ્મા બ્યુટીના CEO સુશ્રી રેશ્મા  ડોર્ડી સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

(7:40 pm IST)
  • ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !:નીચે લખ્યું થાઈલેન્ડ ટુરિઝમ :જબરો વ્યંગ : સુપ્રીયોએ ટ્વીટર એકાઉન્ટ પર તસ્વીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો: તસ્વીરમાં લખ્યું હતું કે, આવશે તો રાહુલ ગાંધી જ. સાથે જ આ તસ્વીરની ફોટો નીચે લખેલું છે થાઇલેન્ડ ટૂરિઝમ access_time 12:40 am IST

  • ચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST

  • ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે એકિઝટ પોલ સરદાર એકિઝસ્ટ માય ઈન્ડિયાએ તેની વેબસાઈટ ઉપરથી બેઠકો વાઈઝ આપેલા તમામ ડેટા હટાવી લીધા છે : કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના કોને કેટલા ટકા મત મળ્યા તે સહિતના ડેટા એક એકિઝટ માય ઈન્ડિયાએ દૂર કરતાં એવું માનવામાં આવે છે કે નવી અપડેઈટ કરેલી માહિતી ટૂંક સમયમાં તેઓ આપી રહ્યા છે access_time 4:56 pm IST