Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

‘‘વોલન્‍ટીઅર એપ્રિશીએશન ઇવનીંગ'': યુ.એસ.માં છેલ્લા ૨૦ વર્ષથી કોમ્‍યુનીટી સેવા ક્ષેત્રે કાર્યરત IHCNJના ઉપક્રમે ૧૨મે ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજાતા હેલ્‍થ કેમ્‍પમાં નિસ્‍વાર્થ સેવાઓ આપનાર મેડીકલ તથા નોનમેડીકલ વોલન્‍ટીઅર્સનું સન્‍માન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ)'' દ્વારા ૨૦ વર્ષની કોમ્‍યુનીટી સેવાની ઉજવણી નિમિતે ‘‘વોલન્‍ટીઅર એપ્રિશીએશન ઇવનીંગ'' પ્રોગ્રામ યોજાઇ ગયો.

૧૨મે ૨૦૧૮ શનિવારના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર સિકોસસ, ન્‍યુજર્સી મુકામે કરાયેલી ઉજવણી પ્રસંગે ૧૨૫ જેટલા વોલન્‍ટીઅર્સ, કમિટી મેમ્‍બર્સ તથા આમંત્રિતોએ હાજરી આપી હતી.

‘મીટ એન્‍ડ ગ્રીટ' બાદ ટ્રસ્‍ટી શ્રી કિરણ કોઠારીએ સહુ ઉપસ્‍થિતોનું સ્‍વાગત કર્યુ હતું. તથા નોનપ્રોફિટ IHCNJ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી આરોગ્‍ય ક્ષેત્રે અપાતી સેવાઓનો અહેવાલ રજુ કર્યો હતો. જે માટે ૬૦ જેટલા વોલન્‍ટીઅર્સને સર્ટિફિકેટ તથા IHCNJ પિન આપી તેઓની નિસ્‍વાર્થ સેવાઓને બિરદાવાઇ હતી.

IHCNJ એકઝીકયુટીવ કમિટી, ટ્રસ્‍ટીઓ, તથા ટેમ્‍પલ મેનેજમેન્‍ટએ શ્રી ભીખુભાઇ પટેલ, શ્રી ચિરાગ પટેલ (સિકોસસ ટેમ્‍પલ મેનેજમેન્‍ટ), બિઝનેસ આંત્રપ્રિનીયર તથા IHCNJના કાયમી સહાયક શ્રી પિયુષ પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી શિરીષ પારેખ, ટ્રસ્‍ટીઓ ડો. રવિન્‍દ્ર પટેલ, ડો.અશોક પટેલ તથા અન્‍ય વોલન્‍ટીઅર્સ શ્રી મહેશ અડેવાણી, શ્રી ચિંતન ભાવસાર, તથા ડો મયુરી શાહએ તમામ સેવાભાવી વોલન્‍ટીઅર્સની બે દસકાની નિસ્‍વાર્થ સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

IHCNJ સાથે ૨૦૦૧ની સાલથી જોડાયેલા તથા ૨૦૦૬ની સાલથી પ્રેસિડન્‍ટ તરીકે સેવાઓ આપી રહેલા ડો.તુષાર પટેલએ જણાવ્‍યું હતું કે ઓર્ગેનાઇઝેશનનો હેતુ કોમ્‍યુનીટીને આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવા માટે વહેલાસર તેમજ અગાુથી સ્‍ક્રિનીંગ સાથે ભવિષ્‍યમાં આવી શકનાર હડીલા દર્દો સામે લાલબત્તી ધરવાનું છે.જેવી લોકોને હાઇપરટેન્‍શન ડાયાબિટીસ, ર્કાડિયોવેસ્‍કયુલર ડીસીઝ, થાઇરોડ, પ્રોસ્‍ટેટ, સર્વાઇકલ, બ્રેસ્‍ટ, કોલો રેકટલ, ઓરલ કેન્‍સર, ગ્‍લુકોમાં ડાયાબિટીક રેટીનોપથી, અંધાયો, સહિતની બિમારીઓથી બચાવી શિક્ષિત કરવાનો હેતુ છે. ઉપરાંત મેન્‍ટલ હેલ્‍થ ક્ષેત્રે પણ જાગૃતિ ફેલાવવાનો હેતુ છે જે માટે દર્દીની લાઇફ સ્‍ટાઇલમાં બદલાવ લાવી દર્દો થતા અટકાવી તેમજ આગળ વધતા અટકાવવાનો હેતુ છે.

IHCNJના ઉપક્રમે ફીઝીકલ તથા ડેન્‍ટલ એકઝામિનેશન, બ્‍લેડટેસ્‍ટ, ઇલેકટ્રોકાર્ડિયોગ્રામ, વિઝન સ્‍ક્રિનીંગ, ફાર્મસી, ફીઝીકલ થેરાપી પેઇન મેનેજમેન્‍ટ, મેન્‍ટલ હેલ્‍થ સહિત વિવિધ ક્ષેત્રે નિદાન કરી રોગો થતા અટકાવવા માર્ગદર્શન આપવામાં આવે છે.

તેમણે ઉમેર્યુ હતુ કે છેલ્લા દસકા દરમિયાન ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્‍ફલુએન્‍ઝા, રસી મકી ફલુ રોગ સામે રક્ષણ આપવું, કેન્‍સર નિદાન માટે ડીજીટલ મેમોગ્રાફી, સહિતની સેવાઓ આપવાનું કાર્ય શરૂ કરાયું છે તેમણે કોમ્‍યુનીટી સેવા માટે આગામી પાંચ વર્ષ સુધી આર્થિક વ્‍યવસ્‍થા કરવા ૨૦મા વર્ષે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામના આયોજન અંગે પણ માહિતિ આપી હતી. તેમણે કોમ્‍યુનીટી માટે નિસ્‍વાર્થ સેવાઓ આપનાર વોલન્‍ટીઅર્સ મિત્રોનો આભાર માન્‍યો હતો.

IHCNJ દ્વારા દર વર્ષે ૬૦૦ થી ૮૦૦ જેટલા લોકોનું વિનામૂલ્‍યે નિદાન કરી આપવામાં આવે છે. તથા રોગો થતા અટકાવવા માર્ગદર્શન આપવામાં આવે છે.જેનો લાભ ગયા વર્ષે ૧૦ હજાર જેટલા લોકોએ લીધો હતો. ડો.તુષાર પટેલએ બ્રિજવોટર સ્‍થિત બાલાજી ટેમ્‍પલ મેનેજમેન્‍ટ, સિકોસસ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સાઉથ બ્રન્‍સવીક સ્‍થિત દુર્ગા મંદિર, તથા વિહોકન સ્‍થિત શ્રી સ્‍વામિનાયણ મંદિર દ્વારા હેલ્‍થ કેમ્‍પના આયોજન માટે પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની સુવિધાઓ બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

તેમણે એકયુરેટ ડાયોનોસિસ લેબના શ્રી રૂપેન પટેલ, તથા લેબ કોર્યના સહકાર બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે મિડીયા માધ્‍યમો પ્રત્‍યે પણ આભારની લાગણી વ્‍યક્‍ત તકી હીતજેમાં ડો.સુધીર પરીખ, શ્રીસુભાષ તથા શ્રી કલ્‍પેશ શાહ, શ્રી નીતિન ગુર્જર, અકિલાના શ્રી નિમિષ ગણાત્રા તથા સુશ્રી દિપ્તીબેન જાની, TVAsiaના શ્રી એચ.આર શાહ, શ્રી સુનિલ હેલી, શ્રી કૌશિક અમિન, શ્રી વિજય ઠક્કર સહિતનાઓનો સમાવેશ થતો હતો. ૨૦મા વર્ષની ઉજવણી નિમિતે IHCNJના ઉપક્રમે ૧ ડિસેં. ૨૦૧૮ શનિવારના રોજ મ્‍યુઝીકલ ઇવનીંગ સાથે ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામનું બાલાજી ટેમ્‍પલ ઓડીટોરીયમ બ્રિટવોટર ન્‍યુજર્સી મુકામે આયોજન કરાયું છે.જે અંગે વિશેષ માહિતી માટે WWW.IHCNJ.org દ્વારા અથવા IHCNJ પ્રેસિડન્‍ટ ડો. તુષાર બી.પટેલનો કોન્‍ટેક નં.૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા સંપર્ક સાધવા શ્રી ચિરાગ પટેલના ફોટો સૌજન્‍ય સાથે ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:50 am IST)
  • સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના સાંકળી ગામે વિજ ચેકીંગમા ગયેલ PGVCL ટીમ પર ગ્રામજનોએ કર્યો પથ્થરમારો access_time 11:18 am IST

  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • વિજય માલ્યા બાદ હવે નિરવ મોદી લંડનમાં વસી જાય તેવા સંકેત : તેની સંપતિ પણ લંડનમાં જ છે : મેહુલ ચોકસીએ અમેરીકામાં રહેવાની માગી પરવાનગી access_time 3:56 pm IST