Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

''ડેવલપમેન્ટ ઓફ ગુજરાત'' : અમેરિકા તથા કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું ફેસબુક લાઇવ ઉદ્બોધનઃ OfBJP યુ.એસ.એ. તથા ગુજરાત સોસાયટી ઓફ USA આયોજીત પ્રોગ્રામનું ફેસબુક દ્વારા લાઇવ પ્રસારણ આવતીકાલ ૧૯ મે શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે સાંભળવાનો લહાર્વા

અમેરિકા તથા કેનેડામાં વસતા ગુજરાતી પરિવારો સાથે આવતીકાલ ૧૯ મે ૨૦૧૮ને શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ફેસબુક લાઇવ દ્વારા સંવાદ સાધશે.

OfBJP યુ.એસ.એ. તથા ગુજરાત સોસાયટી ઓફ usa  આયોજીત આ પ્રોગ્રામ અંતર્ગત  WWW.FACEBOOK.Com/BJPOFUSA  / દ્વારા રાત્રે ૮-૩૦કલાકે(EST)થનારા ઉદબોધનનો લાભ લેવા માટે નક્કી કરાયેલા શહેરો તથા સ્થળની વ્યવસ્થા નીચે મુજબ છે.

એટલાન્ટા : ગોકુલધામ હવેલી ૨૩૯૭ સેટેલાઇટ Blvd , બુફોર્ડ, જયોર્જીયા

ટેમ્પા ફલોરિડા : ઇન્ડિયા કલ્ચર સેન્ટર 5513, લીન રોડ, ટેમ્પા, ફલોરિંડા.

ન્યયોર્ક : ગુજરાતી સમાજ : સંપર્ક : શ્રી મિનેષ પટેલ,

જર્સીસીટી  ન્યુજર્સી : રાજભોગ રેસ્ટોરન્ટ સંપર્ક  : શ્રી અરવિંદ પટેલ

લોસ એન્જલ : સંપર્ક શ્રી પી.કે નાયક તથા શ્રી હરીશ ધ્રુવ

શિકાગો ગાયત્રી મંદિર : સંપર્ક શ્રી નિરવ પટેલ અથવા શ્રી અમર ઉપાધ્યાય

ગુજરાતી સોસાયટી ઓફ ટોરેન્ટો કેનેડા : સંપર્ક શ્રી નરેશ ચાવડા (647)-895-6790

મુખ્યમંત્રીશ્રીના લાઇવ ઉદબોધનનો વિષય ''ડેવલપમેન્ટ ઓફ ગુજરાત'' છે

આપના પ્રશ્નો અગાઉથી

MEDIAG@OF BJP.ORG  ને મોકલી આપવા વિનંતી કરાઇ છે.

વિશેષ માહિતિ માટે શ્રી વાસુદેવ પટેલ 404-401-4404શ્રી સુધીર શાહ   727-686-7424નો સંપર્ક સાધવા જણાવાયું છે.

પ્રોગ્રામ માટે શુભેચ્છા પાઠવનારા તરીકે શ્રી ક્રિષ્ના રેડ્ી અનુગૂલા (પ્રેસિડન્ટ) શ્રી અદાપા પ્રસાદ (વાઇસ પ્રેસિડન્ટ) શ્રી વાસુદેવ પટેલ (ઓર્ગે સેકે્ટરી), શ્રી સતીષ શર્મા (ટ્રેઝરર), તથા શ્રી ચંદ્રકાંત પટેલ (ઇમી.પાસ્ટ પ્રેસિડન્ટ) નો સમાવેશ થાય છે. તેવું OfBJP યુ.એસ.એ. નેશનલ ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડૉ.વાસુદેવ પટેલની યાદીમાં જણાવાયું છે.

(1:16 pm IST)
  • રાજકોટ : શાપરમાં યુવાનને ઢોરમાર મારી હત્યા નિપજાવવાનાં મામલે પોલીસે 4 આરોપી, ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલા નામના શખ્શોની કરી ધરપકડ : મારકૂટના cctv ફૂટેજનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ થયો છે વાયરલ access_time 11:20 am IST

  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • ધોરણ 10ના રીઝલ્ટની તમામ તારીખો ખોટી : બોર્ડ દ્વારા એક પણ તારીખ જાહેર નથી કરાઈ હોવાની સ્પષ્ટતા : ૨૩ મે ના દિવસે પરીક્ષા સમીતીની બેઠક મળશે : બેઠક બાદ જાહેર કરાશે સાચી તારીખ : પાંચ પ્રકારની પ્રક્રિયા બાદ માર્કશીટ બનતી હોય છે : માર્કશીટ તૈયાર થયા પછી જ જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામના ૩ દિવસ પહેલા જાહેર કરાતી હોય છે તારીખ : પરિણામની તારીખોને લઈને વાલીઓ ગેરમાન્યતામાં ન આવે તેવી કરાઈ અપીલ access_time 6:44 pm IST