Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ

પેજિંગ : ચીનમાં વસતા ભારતીયોને પોતે દૂતાવાસ કચેરીનો કર્મચારી છે તેવો ફોન કરી વિઝા નિયમોનો ભંગ કરવા સબબ ધમકી આપી નાણાં પડાવતા અનિલ શર્મા નામના શખ્શથી સાવધ રહેવા તથા તેની જાળમાં નહીં ફસાવા ચીન ખાતેની ભારતની દૂતાવાસ કચેરીએ અનુરોધ કર્યો છે.જેમાં જણાવ્યા મુજબ કચેરી તરફથી આવા કોઈ ફોન કરાતા નહીં હોવાનું જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)
  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST

  • અયોધ્યામાં દશરથના નામ પર હોસ્પિટલ અને કૌશલ્યાના નામ પર ખુલશે વૃદ્ધાશ્રમ :સીએમ યોગીની જાહેરાત :આ આશ્રમ વિધવા અને અનાથ બાળકો માટે બનાવાશે :અયોધ્યામાં બનનાર એરપોર્ટ પણ ભગવાનના નામ પર હશે access_time 12:00 am IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST