Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2024

શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.તરફથી 6 એપ્રિલે એસેક્સ કાઉન્ટી કોલેજ ન્યુઅર્ક ન્યુજર્સી ખાતે સંતરામ સત્સંગનું આયોજન

-શ્રી વિષ્ણુસહસ્ત્રનામના સમૂહ પાઠ સ્તવન, રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠના ઉપલક્ષમાં 'સુંદરકાંડ 'નું સમૂહ સ્તવન અને રાજ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીત કાર્યક્રમ તેમજ સંતરામ સત્સંગનું આયોજન :સત્સંગ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : 27મી જુલાઈએ ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવ ઉજવાશે

ન્યુજર્સી : બ્રહ્મલીન અષ્ટમ મહંત પૂ,શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરિત તથા પૂ,રામદાસજી મહારાજના શુભાષિશ સહ મહાપૂર્ણિમાં સવંત 2080 સમાધિ મહોત્સવ નિમિતે શ્રી સંતરામ ભક્ત સમાજ યુએસએ તરફથી 6 એપ્રિલનો શનિવારના રોજ એસેક્સ કાઉન્ટી ન્યુઅર્ક ન્યુજર્સી ખાતે સંતરામ સત્સંગ નં ,88નું આયોજન કરાયું છે, બ્રહ્મલીન પૂ, શ્રી નારાયણદાસજી મહારાજ અને વર્તમાન મહંત પૂ,શ્રી રામદાસજી મહારાજશ્રીના સ્વર સાનિધ્યમાં શ્રી વિષ્ણુસહસ્ત્રનામ ના સમૂહ પાઠ સ્તવન કરવામાં આવશે

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠના ઉપલક્ષમાં 'સુંદરકાંડ 'નું સમૂહ સ્તવન તેમજ રાજ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ તેમજ સંતરામના પદો તેમજ ભજનોનું આયોજન કરવામાં આવશે 

  તા, 6 એપ્રિલ શનિવારે સવારે 11-30 થી સાંજના 7 કલાક સુધી એસેક્સ કાઉન્ટી કોલેજ જિમ્નેશિયમ વેસ્ટ માર્કેટ સ્ટ્રીટ નેવાર્ક NJ 07102 ખાતે આયોજન થયેલ છે સત્સંગ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે 

  ગુરુપૂર્ણિમા વાર્ષિકોત્સવ આગામી 27 જુલાઈના સવારે 11-30 થી સાંજના 7 દરમિયાન carl sandburg middle school -gymnasium 3439 highway 516 ઓલ્ડ bridge NJ 08857 ખાતે રાખેલ છે

 શ્રી સંતરામ મંદિરમાંથી પ્રસાદી તરીકે મળેલ છ્ઠ્ઠીનું કાપડ,કંઠી અને સાહિત્ય પ્રકાશનોનો લાભ લેવા ( 732 ) 906-0792નો સંપર્ક સાધી શકાય છે

સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી તેની સર્વે ભક્તોએ નોંધ લેવા જણાવાયું છે

 

(9:41 pm IST)