Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભારતીય યુવતીને પરણીને ત્યજી દેનારા 25 NRI પતિઓના પાસપોર્ટ રદ કરાશેઃ ફરિયાદ નોંધાયા પછી પણ કોર્ટમાં હાજર નહીં થનારા આ પતિદેવોને વતનમાં પાછા આવતા રહેવાની ફરજ પડશે : વિદેશ મંત્રાલય આકરા પાણીએ

ન્યુદિલ્હી : NRI પતિ દ્વારા ત્યજી દેવાયેલી 33 ભારતીય મહિલાઓએ વિમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા સમક્ષ ફરિયાદ નોંધાવતા વિદેશ મંત્રાલયએ  25 પતિઓના પાસપોર્ટ રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે.જેઓને વતનમાં પાછા આવવાની ફરજ પડશે.ગુનાહિત કૃત્ય કરવા સબબ મહિલાઓએ ફરિયાદ નોંધાવ્યા પછી પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ  હાજર નહીં થનારા 33 NRI પતિઓને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લૂકઆઉટ નોટિસ પાઠવાઈ હતી.જે પૈકી 8 નોડલ એજન્સીએ પાઠવી હતી.જાન્યુઆરી 2019 થી અત્યાર સુધીના સમયમાં ઉપરોક્ત પગલાં લેવાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)