Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

‘‘રામનવમી તથા હરિ જયંતિ'': આગામી ૨૪ માર્ચ શનિવારે યોગી ડિવાઇન સોસાયટી USA હરિધામ ન્‍યુજર્સીના ઉપક્રમે થનારી ઉજવણીઃ મહાપ્રસાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા સભામાં શામેલ થવા પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યોગી ડિવાઇન સોસાયટી USA હરિધામ ન્‍યુજર્સીના ઉપક્રમે આગામી ૨૪ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ ‘રામનવમી' તથા ‘હરિ જયંતિ'ઉત્‍સવ ઉજવાશે.

પાર્સીપન્‍ની હિલ્‍સ હાઇસ્‍કૂલ, ૨૦ રિટા ડ્રાઇવ, મોરિસ પ્‍લેઇન્‍સ, ન્‍યુજર્સી મુકામે થનારી ઉજવણી અંતર્ગત બપોરે ૪-૩૦ થી સાંજે ૬ વાગ્‍યા દરમિયાન મહાપ્રસાદ તથા સાંજે ૬ વાગ્‍યે સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા સભાનું આયોજન કરાયું છે તેવું શ્રી જયંત પટેલની યાદી જણાવે છે.

(11:04 pm IST)