Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

UCSF ની ડેન્‍ટીસ્‍ટ્રી સ્‍ટુડન્‍ટ રણધીર કૌરની હત્‍યા કરવાનો ૩૩ વર્ષીય યુવાન કેઇથ કેનાર્ડ ઉપર આરોપઃ ૨૮ માર્ચના રોજ આરોપીને કોર્ટમાં રજુ કરાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાન ફ્રાન્‍સિસ્‍કોમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિર્ફોનિયાની ડેન્‍ટીસ્‍ટ્રી સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૭ વર્ષીય સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૭ વર્ષીય રણધીર કૌરની ૨૦૧૫ની સાલમાં થયેલી હત્‍યાના અનુસંધાને ૩ વર્ષ બાદ આલ્‍બની પોલીસ ડીપાર્ટમેન્‍ટએ ૩૩ વર્ષીય યુવાન કેઇથ કેનાર્ડ આસ્‍બરાને દોષિત ગણ્‍યો હોવાનું જાહેર કર્યુ છે.

૯ માર્ચ ૨૦૧૫ના રોજ મૃતક હાલતમાં મળી આવેલી રણધીર કૌરની હત્‍યાનો આરોપી આસ્‍બરી ૨૦૧૫ની સાલથી જેલમાં છે. તે ધરફોડ ચોરી, હત્‍યાનો પ્રયાસ, બળાત્‍કાર સહિતના આરોપો સર જેલવાસ ભોગવી રહ્યો છે. સ્‍વ.રણધીર કૌરની હત્‍યા મામલે તેના ઉપર ૨૮ માર્ચ ૨૦૧૮ના રોજકોર્ટ કામગીરી શરૂ કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:07 pm IST)