Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

યુ.એસ.ના વિસ્‍કોસિન સ્‍ટેટમાં ડેન કાઉન્‍ટી બોર્ડ ડીસ્‍ટ્રીકટ ૬ની પ્રાઇમરી ચૂંટણીમાં શ્રીયોગેશ ચાવલા વિજેતાઃ ૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં ક્રિમીનલ જસ્‍ટીસ, એન્‍વાયરમેન્‍ટ, LGBTQ યુથ, રંગભેદ, સહિતના મુદે વિજેતા થવા આશાવાદી

વિસ્‍કોસીનઃ યુ.એસ.ના વિસ્‍કોસિન સ્‍ટેટમાં ડેન કાઉન્‍ટી બોર્ડ ડીસ્‍ટ્રીકટ ૬ની યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં ઊભેલા ૪ ઉમેદવારો પૈકી પ્રથમ બે ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા પ્રતિસ્‍પર્ધીઓમાં ઇન્‍ડિયન અમેરિકન ડેટા એનાલીસ્‍ટ શ્રી યોગેશ ચાવલાએ સ્‍થાન મેળવી લીધુ છે તેમણે ૩૭-૪ ટકા મતો સાથે બીજુ સ્‍થાન મેળવતા હવે તેઓ ૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં ભાગ લેશે.

તેઓ ડેન કાઉન્‍ટીમાં ક્રિમીનલ જસ્‍ટીસ, એન્‍વાયરમેન્‍ટ, LGBTQ યુથ, રંગભેદ, સહિતના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે તેમને રાજકારણનો પણ અનુભવ છે. તેમણે મેડીસન સીટી ઇલેકશન ઓફિસર, તરીકે, ડેમોક્રેટીક પાર્ટી વોલન્‍ટીઅર એન્‍ડ કેનવાસર તરીકે સહિત વિવિધ ક્ષેત્રે કામગીરી બજાવેલી છે. કોમ્‍યુનીટી માટે વિકાસની તકોના દ્વાર ખોલવાની તેઓ તમન્‍ના રાખવાની સાથે કાઉન્‍ટીનો આર્થિક વિકાસ કરવા માંગે છે.

(10:06 pm IST)