Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ભારતના કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢતા ઇન્ડિયન અમેરિકન અગ્રણી ડો. વિઠલભાઇ ઘડૂક : શહીદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવીઃ શહીદોના પરિવારોને આશ્વાસન પાઠવ્યું: અમેરિકામાં વસતા તમામ NRI તથા OFBJP માદરે વતનની સેવા માટે કટિબધ્ધ હોવાનું જણાવ્યું

(દિપ્તીબેન જાની દ્વારા)  ન્યુજર્સીઃ  ભારતના કાશ્મીરમાં આવેલા પુલવામા  ખાતે ૧૪ ફેબ્રુઆરી ર૦૧૯ ના રોજ આતંકવાદી સંગઠને ભારતીય જવાનો ઉપર કરેલા નિષ્ઠૂર હુમલાને અમેરિકા સ્થિત કોમ્યુનીટી અગ્રણી ડો. વિઠલભાઇ ધડુકએ વખોડી કાઢયો છે. તથા આ હુમલાખોરોની  ભારે નિંદા કરી છે.

તેમણે માર્યા ગયેલા શહીદોના  પરિવારો ભારત સરકાર, આર્મી તથા તમામ દેશવાસીઓને અપીલ કરતા જણાવ્યું  છે કે આ સંકટના સમયે અમેરિકામા વસતા તમામ NRI  તથા OFBJP  તમારી સાથે છે. તથા શહીદોને શ્રધ્ધાંજલી આપવાની સાથે તેમના પરિવારોને આશ્વાસન  પાઠવે છે. તથા અમેરિકામાં  વસતા ભારતીય સમાજ વતન સેવા માટે કાયમ કટિબદ્ધ છે તેમ ઉમેર્યુ છે તેવું શ્રી વિઠલભાઇની યાદી જણાવે છે.

 

(9:12 pm IST)
  • માઘ પૂર્ણિમાએ આજે કુંભમાં 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી :અભેદ સુરક્ષા ચક્ર :યુપીની યોગી સરકારે માઘ પૂર્ણિમા, સંત રવિદાસ જયંતિએ જાહેર રજાનું એલાન કર્યું છે access_time 12:56 am IST

  • લોકસભા ચૂંટણી પહેલા ટીડીપીને મોટો ઝટકો :વધુ એક સાંસદે પાર્ટી છોડી :ચિરાલાના ધારાસભ્ય અમનચિ કૃષ્ણ મોહને ગત સપ્તાહે ટીડીપી છોડીને જગમોહન રેડ્ડીના નેતૃત્વવાળી પાર્ટીમાં સામેલ થયા હતા :ગોદાવરી જિલ્લાના અમલપુરમ સીટના સાંસદ પાંડુલા રવિન્દ્ર બાબુ પણ મુલાકાત બાદ વિપક્ષમાં સામેલ થયા access_time 1:05 am IST

  • સિરિયામાં પ્રચંડ : બોમ્બ ધડાકો ૨૪ના મોત : સિરિયાના ઇદબિલ ખાતે જબ્બર બોંબ વિસ્ફોટ થતા ૨૪ના મોત થયા છે અને ૫૦થી વધુ ઘવાયા છે. access_time 11:34 am IST