Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

લડાખ પછી હવે પાકિસ્તાન અને નેપાળ સરહદો પણ સળગશે : ચીનના ખંડિયા ગણાતા આ બંને રાષ્ટ્રો ભારતને ભીડવશે : એક સાથે ત્રણે સરહદે સામનો કરી શકે તેટલું સૈન્ય ભારત પાસે નથી : ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારમાં પ્રસિદ્ધ થયેલો આર્ટિકલ

બેજિંગઃ ભારતને ત્રણે દિશાઓમાંથી ભીડાવવાની ચીન કોશિષ કરી રહ્યું છે.ગ્લોબલ ટાઈમ્સ ચીનમાં સત્તાધીશ કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર છે. એટલે કે તેના આર્ટીકલ ચીન સરકારની વિચારધારા હોય છે. આ ન્યૂઝ પેપર ઘણાં દિવસથી ભારતને ધમકાવવાળા આર્ટિકલ પબ્લિશ કરે છે. તેણે શંઘાઈ એકેડમી ઓફ સોશિયલ સાઈન્સ રિસર્ચ ફેલો હુ ઝિયોંગનો આર્ટિકલ પણ પબ્લિશ કર્યો હતો. તેમાં ઝિયોંગે કહ્યું- ભારતનો હાલ ચીન સિવાય નેપાળ અને પાકિસ્તાન સાથે પણ સીમા વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન અને ચીનના ખાસ સંબંધો છે. નેપાળ પણ અમારુ સહયોગી છે. બંને દેશો ચીનના વન બેલ્ટ રોડ પ્રોજેક્ટનો એક હિસ્સો છે.
ઝિયોંગે આગળ કહ્યું છે કે, જો ભારત સીમા પર તણાવ વધશે તો તેમને ત્રણ મોરચે સૈન્ય દબાણનો સામનો કરવો પડશે. તેમની સેના પાસે એટલી તાકાત નથી કે તેઓ આ દબાણ સહન કરી શકે. ભારતની દરેક જગ્યાએથી આકરી હાર થઈ શકે છે. ઝિયોંગના મત પ્રમાણે, ચીન LACમાં કોઈ ફેરફાર કરવા નથી ઈચ્છતું. તેમનો એવો પણ આરોપ છે કે, ગલવાન ઘાટીમાં જે પણ થયું તેના માટે ભારતીય સેના જવાબદાર છે. કારણ કે ભારતીય સેનાએ જ ચીનને ઉશ્કેર્યું હતું.

(6:09 pm IST)