Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

" જય હનુમાન " : અમેરિકાના ડેલાવેર સ્ટેટમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા : 25 ફૂટ ઉંચી ,એક જ ગ્રેનાઇટમાંથી બનાવેલી આ મૂર્તિએ અમેરિકામાં હિન્દૂ દેવતાઓની સૌથી ઉંચી મૂર્તિ તરીકે સ્થાન મેળવ્યું

ડેલાવર : અમેરિકાના ડેલાવર સ્ટેટના હોકીસનમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં 11 જૂનના રોજ હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે. મૂર્તિની ઊંચાઈ 25 ફૂટ છે. તથા વજન 30 કિલો છે. આ અમેરિકામાં કોઈ હિન્દુ ભગવાનની સૌથી ઊંચી મૂર્તિ છે. એક જ મજબૂત બ્લેક ગ્રેનાઈટ પર કંડારીને બનાવેલી આ મૂર્તિને દક્ષિણ ભારતના એક નાનકડા ગામડામાં તૈયાર કરાઈ હતી. અહીં 12થી વધુ શિલ્પકારોએ તેને એક વર્ષમાં તૈયાર કરી હતી.
મૂર્તિને જાન્યુઆરીમાં જ ન્યુયોર્ક પહોંચાડાઈ હતી. તે પછી ડેલાવેર પહોંચતા 11 જૂને અહીં પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ. અમેરિકામાં સ્થાનિક સ્તરે હિન્દુ મંદિર એસોસિએશનની રચના કરાઈ છે. ભવ્ય મંદિરના નિર્માણ માટે 60 હિન્દુ પરિવારોએ 4.5 એકર જમીન ખરીદી હતી. તેના પછી અહીં મહાલક્ષ્મીનું મંદિર બનાવડાવાયું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:28 am IST)