Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમેરિકાના એટલાન્ટામાં ગોકુલધામ હવેલીના ઉપક્રમે ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ ૩૦૦ ફુટ લાંબા ત્રિરંગા ધ્વજ સાથે યોજાયેલી ઇન્ડિયા ડે પરેડએ આકર્ષણ જગાવ્યું: દેશભકિત સભર ગીતો, નૃત્યો,ઉદબોધનો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટા સીટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીના યજમાનપદે ભારતના આઝાદી પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું.

ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન  એશોશિએશન ઓફ જયોર્જયાના નેજા હેઠળ આયોજીત દેશભકિત અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ૩૦૦ ફુટ લાંબા તિરંગા સાથેની પરેડામાં ભારતીય સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો.

આ તકે એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણીએ તિરંગો લહેરાવ્યો હતો. તથા કારગિલ યુધ્ધના હીરો પૂર્વ મેજર જનરલ શ્રી જી.ડી.બક્ષી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ગોકુલધામના ચેરમેન શ્રી અશોક પટેલ, એકઝીકયુટીવ સેક્રેટરી શ્રી તેજસ પટવા, સુશ્રી હેતલ શાહ, શ્રી અલકેશ શાહ, શ્રી પરિમલ પટેલ, શ્રી કેતુલ ઠાકર તેમજ એફ.આઇ.એ.ના પ્રમુખ શ્રી વાસુદેવ પટેલ, શ્રી રાજીવ મેનન, તથા શ્રી સુધીર અગ્રવાલની આગેવાની હેઠળ શનિવારે સાંજે ૪ વાગ્યે ૩૦૦ ફુટ લાંબા તિરંગા સાથે ભવ્ય પરેડનો પ્રારંભ થયો હતો. ગોકુલધામના પ્રાંગણમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયેલી આ પરેડથી વિદેશની ધરતી ઉપર ભારતીય સમુદાયની દેશભકિતનો માહોલ છવાયો હતો.

પરેડ સંપન્ન થયા બાદ આયોજીત ધ્વજારોહણ કાર્યક્રમમાં એટલાન્ટાના કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા ડો.સ્વાતિ કુલકર્ણીએ ત્રિરંગો લહેરાવ્યો હતો. શ્રી જી.ડી.બક્ષીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં જયોર્જીયા સ્ટેટ સેનેટ પી.કે.માર્ટીન, પબ્લીક સર્વિસ કમિશ્નર ટ્રિસીયા પ્રિડેમોર ખાસ હાજર રહ્યા હતા. તથા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

દેશભકિત સભર નૃત્ય રજુ થયા હતા. ઢોલ બેન્ડની ટીમએ આકર્ષણ જણાવ્યું હતું. ગોકુલધામ કિચન ટીમના સુશ્રી ભાનુબહેન પટેલ, શ્રી હસુભાઇ પટેલ, સુશ્રી સોહિનીબેન - પ્રકાશભાઇ પટેલ, સુશ્રી રંજનબેન સિરોયા, તથા શ્રી નરપત મહારાજએ બનાવેલી વાનગીઓના સ્ટોલ ઉપર જબરદસ્ત ઘસારો રહ્યો હતો. તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટની યાદી જણાવે છે. 

 

(9:37 pm IST)
  • આવતીકાલથી મહારાષ્ટ્રમાં ફરી વરસાદ વધશે : મુંબઇઃ ખાનગી હવામાન સંસ્થાના વર્તારા મુજબ તા.૧૮ થી ૨૦-૨૧ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધશે. મહારાઠાવાડમાં પણ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે. મુંબઇ માટે હવે જાહેરાત થશે. દરમિયાન ગઇ રાત્રે મુંબઇમાં હળવો-મધ્યમ વરસાદ પડયો છે. access_time 1:20 pm IST

  • કચ્છના ટોચના રાજકી આગેવાન જયંતીભાઇ ભાનુશાળી હત્યાનો ચકચારી મામલો : આરોપી જયંતી ડુમરા (ઠક્કર)ની જેલમાં મહેફીલની તપાસ 'સીટ'ને સુપ્રત થતા તપાસનો ધમધમાટ ડી.વાય.એસ.પી. પિયુષ પિરોજીયા ટીમ જેલના સીસીટીવી ફુટેજ-બીજા આરોપીઓને પૂછપરછ થશે : સીઆઇડી વડા આશીષ ભાટીયા - ડીઆઇજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવીશઃ ડી.વાય.એસ.પી. પિયુષ પિરોજીયા સાથે અકિલાની વાતચીત access_time 11:54 am IST

  • મુંબઈમાં છેલ્લા ૩ાા મહિનામાં રેકોર્ડબ્રેક ૧૯૨.૨ ઈંચ ખાબકયો : મુંબઈમાં જૂન મહિનામાં ૮૦૦ મી.મી., જુલાઈમાં ૧૭૯૦ મી.મી., ઓગષ્ટમાં ૧૦૬૩ મી.મી. અને સપ્ટેમ્બરની તા.૧૫ સુધીમાં ૧૧૫૦ મી.મી. પડ્યો. આમ કુલ ૪૮૦૩ મી.મી. (૧૯૨.૨ ઈંચ) રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો. સપ્ટેમ્બર મહિનો હજુ અડધો બાકી છે.(૩૭.૫) access_time 10:17 am IST