Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

યુ.એસ.માં OFBJP ડલ્લાસ ચેપ્ટરના ઉપક્રમે શ્રીમતિ સુષ્મા સ્વરાજ તથા શ્રી અરૂણ જેટલીને શ્રધ્ધાંજલી અપાઇ

ડલ્લાસઃ યુ.એસ.માં OFBJP ડલ્લાસ ચેપ્ટરના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના શ્રીમતિ સુષ્મા સ્વરાજ તથા અરૂણ જેટલીના ઓગસ્ટ માસમાં થયેલા દુઃખદ અવસાન નિમિતે ૧ સપ્ટેં,૨૦૧૯ના રોજ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરાયું હતું.

ફન એશિયા મુવી હોલ CARLTON ડલ્લાસ મુકામે યોજાયેલ આ શ્રધ્ધાંજલી સભામાં BJP ભાઇ બહેનો હાજર રહ્યા હતા. શ્રી ઘનશ્યામભાઇએ શ્રધ્ધાંજલી આપતાં જણાવેલ કે BJPએ  બે સારા નેતાઓ ગૂમાવેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

આ તકે શ્રી કિરણભાઇ શ્રી આત્મન રાવલ, શ્રી ભરત ગજેરા, શ્રી દિલીપ શાહ, શ્રી અનુજી, શ્રી જયેશ દવે, શ્રી સુનિલ અગ્રવાલ સહિતના કોમ્યુનીટી અગ્રણીઓ હાજર રહ્યા હતાં. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(9:41 pm IST)
  • આવતીકાલથી મહારાષ્ટ્રમાં ફરી વરસાદ વધશે : મુંબઇઃ ખાનગી હવામાન સંસ્થાના વર્તારા મુજબ તા.૧૮ થી ૨૦-૨૧ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધશે. મહારાઠાવાડમાં પણ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે. મુંબઇ માટે હવે જાહેરાત થશે. દરમિયાન ગઇ રાત્રે મુંબઇમાં હળવો-મધ્યમ વરસાદ પડયો છે. access_time 1:20 pm IST

  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • આંધ્રના પૂર્વ સ્પીકર શિવાપ્રસાદ રાવની આત્મહત્યા અંગે પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સી.બી.આઈ તપાસ માંગી access_time 1:22 pm IST