Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના પ્રચાર માટે ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ યોજાયો : ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસના સહયોગ સાથે યોજાયેલા પ્રોગ્રામ અંતર્ગત 3.5 મિલિયન ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયા : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના પ્રચાર માટે 9 જૂનના રોજ ફંડરાઇઝિંગ પ્રોગ્રામ યોજાયો હતો. ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસના સહયોગ સાથે યોજાયેલા પ્રોગ્રામ અંતર્ગત 3.5 મિલિયન ડોલર ભેગા થઇ ગયા હતા.જે 1400 ડોનર્સ દ્વારા અપાયા હતા.
આ તકે સુશ્રી કમલા હેરિસે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તથા  અમેરિકાની વર્તમાન પરિસ્થિતિમાં જો બિડનને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતાં
ઉલ્લેખનીય છે કે બીડને વાઇસ પ્રેસિડન્ટ તરીકે કોઈપણ મહિલાની પસંદગી કરશે તેમ જણાવ્યું છે.જે માટે સુશ્રી કમલા હેરિસ ઉપર પસંદગી ઉતરી શકે છે.

(8:20 pm IST)