Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

" JAINA કલચરલ પ્રોગ્રામ ફોર હ્યુમેનિટી " : ફેડરેશન ઓફ જૈન એશોશિએશન્સ ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે કોવિદ -19 થી અસરગ્રસ્ત લોકોના લાભાર્થે સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો : ઓનલાઇન પ્રોગ્રામના આયોજનથી 2 લાખ 30 હજાર ડોલર ભેગા થઇ ગયા : TVAsia ઉપર પ્રસારિત થયેલો પ્રોગ્રામ 3 લાખ 50 હજાર જેટલા લોકોએ જોયો

ન્યુજર્સી : યુ.એસ.માં જૈન ફેડરેશન્સ ઓફ નોર્થ અમેરિકા ( JAINA ) ના ઉપક્રમે કોવિદ -19 થી અસરગ્રસ્ત લોકોના લાભાર્થે ઓનલાઇન સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાઈ ગયો.જેના દ્વારા 2 લાખ 30 હજાર ડોલર ભેગા થઇ ગયા હતા.ઓનલાઇન રજૂ કરાયેલો પ્રોગ્રામ TVAsia ના માધ્યમથી 3 લાખ 50 હજાર જેટલા લોકોએ નિહાળ્યો હતો. તેવું જૈના પ્રેસિડન્ટ શ્રી મહેશ વાઢેરે જણાવ્યું હતું.
         ભેગી થયેલી રકમ કોવિદ -19 થી અસરગ્રસ્ત અમરિકા તથા ભારતના લોકોને ગ્રોસરી સહીત જુદી જુદી વસ્તુઓ આપવા માટે વપરાશે.
ડોનેશન આપવા બદલ આયોજકોએ સહુ ડોનર્સનો આભાર માન્યો હતો.

(8:02 pm IST)