Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે ઇન્ડિયન અમેરિકન એનજીઓ " ગ્લોબલ પ્રગથી " ની માનવ સેવા : ઓહિયોમાં વસતા 6500 પરિવારોને ગ્રોસરી કિટ્સનું વિતરણ કર્યું

ઓહિયો : અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકારને કારણે રોજીરોટી ગુમાવી બેઠેલા ઓહિયોમાં વસતા 6500 મિગ્રન્ટ પરિવારોને ઇન્ડિયન અમેરિકન એનજીઓ ' ગ્લોબલ  પ્રગથી' દ્વારા ગ્રોસરી કિટ્સનું વિતરણ કરાયું હતું.
શ્રી આલોક અગ્રવાલ તથા સુશ્રી સંગીતા અગ્રવાલ સ્થાપિત આ એનજીઓ દ્વારા સરકારની કોઈપણ જાતની સહાય વિના ઉપરોક્ત ભગીરથ કાર્ય હાથ ધરી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવાયા હતા.
એનજીઓ ના સ્થાપક શ્રી આલોક અગ્રવાલ તથા સુશ્રી સંગીતા અગ્રવાલ તબીબ છે.જેઓના મતે કોરોના વાઇરસને કારણે અનેક લોકો શિક્ષણ તથા આરોગ્ય સેવાઓથી વંચિત છે એટલુંજ નહીં તેઓ રોજીરોટી ગુમાવી ચુક્યા હોવાથી ભૂખમરાથી પણ પીડિત છે.

(6:21 pm IST)