Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

અમેરિકાએ 100 વેન્ટિલેટર્સ ભારત મોકલ્યા : ભારત ખાતેના અમેરિકાના રાજદૂતના હસ્તે સુપ્રત કરાયા

ન્યુ દિલ્હી : યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એ ભારતને 100 વેન્ટિલેટર્સ મોકલ્યા છે.જે ભારત ખાતેના અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરના હસ્તે ન્યુદિલ્હી ખાતેના રેડક્રોસ હેડક્વાટર મુકામે સુપ્રત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે ભારતને મદદરૂપ થવાનું વચન આપ્યું હતું.જેને અનુલક્ષીને તેઓએ વેન્ટિલેટર્સની અછત ભોગવી રહેલા ભારત દેશને આજરોજ મોકલી આપ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)