Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

24 દિવસ પછી ન્યુઝીલેન્ડમાં ફરીથી કોરોના ઘુસ્યો : કોરોના મુક્ત થયેલા દેશમાં બ્રિટનથી પરત આવેલા બે નાગરિકો કોરોનાથી સંક્રમિત

વેલિંગટન : 24 દિવસ પછી ન્યુઝીલેન્ડમાં ફરીથી કોરોના ઘુસ્યો છે. કોરોના મુક્ત થયેલા દેશમાં બ્રિટનથી પરત આવેલા બે નાગરિકો કોરોનથી સંક્રમિત હોવાનું જણાતાં તેનો ફેલાવો વધી શકે છે તેવી ચિંતા પ્રાઈમ મિનિસ્ટર મહિલા જેસીન્ડાએ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 દિવસમાં એકપણ કેસ નહીં આવતા દેશમાંથી ગયા સપ્તાહે તમામ નિયંત્રણો ઉઠાવી લેવાયા હતા.તે સંજોગોમાં નવા 2 કેસ સામે આવતા  ચિંતામાં વધારો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)