Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

યુ.એસ.ના વિસ્કોસીનમાં ઓગસ્ટ માસમાં ડેમોક્રેટિક પાર્ટીનું અધિવેશન મળશે : ઇન્ડિયન અમેરિકન શ્રી અજય જૈન પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે જો બિડનનું નામ રજૂ કરશે

સિલિકોન વેલી :  યુ.એસ.ના વિસ્કોસીનમાં ઓગસ્ટ માસમાં ડેમોક્રેટિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન મળશે જેમાં પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે જો બિડનનું નામ સૂચવવા માટે ઇન્ડિયન અમેરિકન શ્રી અજય જૈન ચૂંટાઈ આવ્યા છે.

શ્રી જૈન સિલિકોન વેલી ખાતે વ્યવસાય સાથે જોડાયેલા છે.તેઓ ડેમોક્રેટિક પાર્ટીના અગ્રણી કાર્યકર છે.તથા આ અગાઉ જો બિડનના  વાઇસ પ્રેસિડન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તેમની સાથે જોડાયેલા હતા.તેઓ તાજેતરમાં ઉપરોક્ત અધિવેશન માટે જો બિડનના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:10 pm IST)