Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

યુ.એસ.ના ટેક્સાસમાં આવેલા હિન્દૂ મંદિરની દીવાલો ઉપર વંશીય લખાણ : હિન્દૂ કોલિશને વિરોધ નોંધાવ્યો : આરોપીને પકડી પાડવા રજુઆત કરી

ટેક્સાસ : યુ.એસ.માં  ટેક્સાસના રિયો ગ્રાન્ડ વેલીમાં આવેલા હિન્દૂ મંદિરની દીવાલો ઉપર કોઈ વંશીય લખાણ લખી ગયું છે.જે અંગે આ રંગભેદી હુમલાને ' કોલીશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા ' એ વખોડી કાઢ્યો છે.તથા આરોપીને પકડી પાડવા અનુરોધ કર્યો છે.
હિન્દૂ કોલિશને કરેલી રજુઆત મુજબ અમેરિકામાં માત્ર 1 ટકા જેટલી વસતિ ધરાવતી હિન્દૂ કોમ શાંતિ અને ભાઈચારાથી રહે છે.તેના ઉપરનો આવો  વંશીય હુમલો હિન્દુઓની લાગણી દુભાવવા સમાન છે .જેના  આરોપીને તાત્કાલિક પકડી પાડવા જરૂરી છે.
વધુમાં ઉમેર્યા મુજબ વોશિંગટન ખાતેના ભારતીય દૂતાવાસ બહાર આવેલી મહાત્મા ગાંધીની મૂર્તિ પણ ખંડિત કરવાની બાબતને વખોડી કાઢવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)