Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

પાકિસ્તાન ખાતેના ભારતીય હાઇ કમિશનના બંને અધિકારીઓ વિરુદ્ધ' હિટ એન્ડ રન ' કેસ : જામીનપાત્ર આરોપ હોવાથી જલ્દીથી છૂટી જશે : બંને અધિકારીઓની સુરક્ષા નિશ્ચિત કરવા અને રાજનૈતિક સમાધાન લાવવા ભારતનો અનુરોધ

ઇસ્લામાબાદ : ઘેરથી ઓફિસે જવા નીકળ્યા પછી લાપત્તા થયેલા પાકિસ્તાન ખાતેના ભારતીય હાઇ કમિશનના બે અધિકારીઓ વિરુદ્ધ હિટ એન્ડ રન કેસ દાખલ કરાયો હોવાનું જાણવા મળે છે.ઇસ્લામાબાદ પોલીસનો આરોપ છે કે બંને અધિકારીઓએ એક નાગરિક પર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી ભાગી છૂટ્યા.
ધરપકડ કરાયેલા અધિકારીઓ CIFSના છે. મહત્વની બાબત એ છે કે બંને અધિકારીઓ વિરુદ્ધ લગાવેલા આરોપ જામીનપાત્ર છે આથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ જલ્દીથી છૂટી જશે.
ધરપકડ કરાયેલા અધિકારીઓ CIFSના છે. મહત્વની બાબત એ છે કે બંને અધિકારીઓ વિરુદ્ધ લગાવેલા આરોપ જામીનપાત્ર છે આથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ જલ્દીથી છૂટી જશે.
વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, ભારતીય અધિકારીઓને કોઇપણ પ્રકારની પીડા ન થવી જોઇએ. પાકિસ્તાનની આ જવાબદારી છે કે તે ભારતીય અધિકારીઓની સુરક્ષા નિશ્ચિત કરે અને રાજનૈતિક રીતે તેનુ સમાધાન લાવે, પાકિસ્તાનને કહેવામાં આવ્યુ છે કે બંને અધિકારીઓને સરકારી વાહનમાં બેસાડીને ભારતીય દૂતાવાસ પહોંચાડવામાં આવે.

(6:56 pm IST)