Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

હવે રશિયા પણ કોરોના કહેરથી મુક્ત થવાની તૈયારીમાં : કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુમેળ હોવાથી પરિસ્થિતિ કાબુમાં : અમેરિકામાં પરિસ્થિતિ ખરાબ : પ્રેસિડન્ટ પુતિન

મોસ્કો : રશિયાના પ્રેસિડન્ટ પુતિને આજરોજ જણાવ્યું હતું કે તેમનો દેશ બહુ ઝડપથી કોરોના કહેરમાંથી મુક્ત થવા જઈ રહ્યો છે.જેના કારણમાં તેમણે જણાવ્યું હતું કે તેમના દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સુમેળ છે.જે અમેરિકામાં નથી તેથી ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે.
તેમણે ઉમેર્યું હતું કે અમારા દેશની પ્રજા પણ અમને પૂરો સહયોગ આપે છે.જેઓ એમ માને છે કે સરકાર જે કઈ કરશે તે અમારા હિતમાં હશે.

(12:45 pm IST)