Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

હાલના સમયમાં ભગવદ્ ગીતા જ સહારો :અમેરીકી સાંસદ તુલસી ગબાર્ડ

વોશિંગ્ટન : કોરોનાના મુશ્કેલ સમયમાં માણસને ભગવદ ગીતા નિશ્ચિત રીતે શાંતિ અને તાકાત આપી શકે છે તેવુ અમેરિકાના પહેલા હિન્દુ મુળના સાંસદ તુલસી ગબાર્ડનુ કહેવુ છે.

અમેરિકાના હવાઈ રાજયના સાંસદ તુલસીએ એક ઓનલાઈન કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, હાલમાં અવ્યવસ્થાનો માહોલ છે અને કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી કે કાલનો દિવસ કેવો રહેશે પરંતુ ભગવદ ગીતા થકી કૃષ્ણના ભકિત યોગ અને કર્મની પ્રેકિટસ આપણને શાંતિ આપી શકે છે.

તુલસીએ આ વાત એવા સમયે કહી છે જયારે અમેરિકામાં અશ્વેત જર્યોજ ફ્લોઈડની પોલીસના હાથે થયેલી હત્યા બાદ ઠેર ઠેર હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે.

હિન્દુ સ્ટુડન્ટ કાઉન્સિલ તરફથી યોજાયેલા કાર્યક્રમમાં તુલસીએ ભાગ લીધો હતો. જેમાં હિન્દુ મુલ્યોનુ સેલિબ્રેશન કરવામાં આવ્યુ હતુ. તુલસીએ આ કાર્યક્રમ એટેન્ડ કરનારા યુવાઓને કહ્યુ હતુ કે તમારી જીંદગીનુ ધ્યેય શું છે. જો તમે એ સમજી શકો છો તો તમે એક સફળ જીવન જીવી શકશો.

(11:44 am IST)