Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

ભારતના બે અધિકારીની પાક.માં ધરપકડ બાદ મુક્તિ

હિટ એન્ડ રનના આરોપ તળે કાર્યવાહીનો દાવો : ઈસ્લામાબાદમાં બંને સીઆઈએસએફ અધિકારીઓને પીટીવી ચેનલ પર બતાવાયાઃભારતે પાક. પર દબાણ વધાર્યું

નવી દિલ્હી, તા. ૧૫ : પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ પોલીસે ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારીની ધરપકડ કરી લીદ્યી છે. બંને અધિકારીઓની હિટ એન્ડ રનની ઘટના સંબંધે અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બંનેએ એક રાહદારી પણ કાર ચડાવી દેવાની સાથે સ્થળ પરથી નાસી છુટ્યા હોવાનો પોલીસે આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની મિડિયાએ પોલીસ સુત્રોને ટાંકીને ઘટનાના સમાચાર પ્રસારિત કર્યા હતા. ઈસ્લામાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા અધિકારી સીઆઈએસએફના છે. બંનેની સામે જે આરોપ મુકાયો છે, તે જામીનપાત્ર છે. એથી બંને વહેલી તકે મુકત કરી દેવાશે. ઈસ્લામાબાદમાં બંને સીઆઈએસએફ અધિકારીઓને પીટીવી ચેનલ પર બતાવવામાં આવ્યા હતા.

         સુત્રોના કહેવા મુજબ અકસ્માતમાં એક રાહદારી ઘાયલ થયો છે અને તેના ગુનામાં બંને અધિકારીની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. મામલે ભારતમાં વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના સીડીએને તેડુ મોકલ્યુ છે. પાક મિડિયાના અહેવાલોન ધ્યાનમાં લઈ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની સમક્ષ ભારે નારાજગી દર્શાવી છે. તેની સાથે ભારતીય અધિકારીઓને કોઈપણ રીતે પરેશાન નહીં કરવા પણ જણાવ્યુ છે. તેની સાથે બંને સત્તાવાર વાહનમાં બેસાડીને ટૂંકસમયમાં ભારતીય ઉચ્ચાયોગ સુધી પહોંચાડવા પણ સૂચના આપી છે. ઈસ્લામાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બંને અધિકારીઓનો ભારતથી હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. એટલું નહીં પાકિસ્તાનના કાર્યકારી ઉચ્ચાયુક્તથી પણ તેમનો કોઈ સંપર્ક થયો નથી.

           બીજીબાજુ પાક મીડિયામાં ધરપકડના સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન દ્વારા સરહદ પર બેફાન ફારયિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતના બે જવાન શહીદ થયા છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર થઈ રહેવા અવિરત ફાયરિંગને કારણે ભારતીય સરહદ પર વસતા લોકોને ત્યાંથી ખસી જવાની ફરજ પડી છે.

(9:55 pm IST)