Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

રાન્સમાં કોરોના વાઇરસ ઉપર વિજયના શ્રીગણેશ : આજ સોમવારથી બાર ,રેસ્ટોરન્ટ ,કાફે ,સહીત તમામ વ્યવસાયો ચાલુ : 22 જૂનથી સ્કૂલો ખુલી જશે : યુરોપમાં ટ્રાવેલિંગ કરી શકાશે

પેરિસ : ફ્રાંસે કોરોના વાઇરસ ઉપર પ્રથમ તબક્કે  વિજય મેળવી લીધો છે. 8 સપ્તાહના લોકડાઉનના એક મહિના બાદ કોઈ કેસ નહીં જણાતાં પ્રેસિડન્ટ  ઇમેન્યુઅલ મેઈક્રોએ કોરોના ઉપર પ્રથમ તબક્કાની જીત મેળવ્યાની ઘોષણા કરી છે.તથા આજ સોમવારથી બાર, રેસ્ટોરન્ટ ,કાફે ,સહીત તમામ વ્યવસાયો માટે મંજૂરી આપી દીધી છે.જે અંતર્ગત માયોટી તથા ગુયાના સિવાયના તમામ વિસ્તારો ગ્રીન ઝોન ગણાશે .અલબત્ત સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે તથા જાહેર જગ્યાઓ પર માસ્ક ફરજીયાત ગણાશે
ઉપરાંત 22 જૂનથી સ્કૂલ ,કોલેજો ,પણ ચાલુ કરી દેવાશે તેમજ યુરોપમાં ટ્રાવેલિંગ પણ કરી શકાશે તેમ જણાવ્યું છે.

(10:57 am IST)