Gujarati News

Gujarati News

News of Sunday, 14th June 2020

અમેરિકામાં વધુ એક અશ્વેત યુવાનનું પોલીસના હાથે મોત : એટલાન્ટામાં 27 વર્ષીય યુવાન રેશર્ડ બ્રુક્સ અને પોલીસ વચ્ચની ઝપાઝપી મોતનું કારણ બની

એટલાન્ટા : અમેરિકામાં અશ્વેત યુવાન જ્યોર્જ ફ્લોયડના પોલીસના હાથે થયેલ મોતની આગ હજુ શમી નથી ત્યાં એટલાન્ટામાં અન્ય એક અશ્વેત યુવાન રેશર્ડ બ્રુક્સ પોલીસ સાથેની ઝપાઝપી દરમિયાન મૃત્યુ પામતા વાતાવરણ તંગ બની ગયું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ જ્યોર્જિયા બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનના જણાવ્યા પ્રમાણે આ ઘટના 12 જૂનના રોજ બની હતી. રેશર્ડ બ્રૂક્સ પાર્કિંગમાં રહેલી કારમાં ઉંઘી રહ્યો હતો. પોલીસ અધિકારીઓને નશામાં જણાયો હતો. બ્રૂક્સની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તેની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. બ્રૂક્સ એક અધિકારીની ગન છીનવીને ભાગ્યો હતો. અન્ય અધિકારીએ તેનો પીછો કર્યો હતો. આ સમયે બ્રૂક્સે તેની પાસે રહેલી ગનથી અધિકારીને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે સમયે અધિકારીએ તેના પર ગોળી ચલાવી હતી. એટલાન્ટાના મેયર કીશા લાંસ બોટમ્સે કહ્યું છે કે આ ઘટનાને લીધે પોલીસ અધિકારી એરિકા શીલ્ડ્સે રાજીનામુ આપી દીધુ છે.
અશ્વેત યુવાનના મૃત્યુનો વિરોધ નોંધાવવા લોકો માર્ગ ઉપર ઉતરી ગયા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)