Gujarati News

Gujarati News

News of Sunday, 14th June 2020

અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી રસાકસીભરી બની રહેશે : ડેમોક્રેટિક પાર્ટીના હરીફ ઉમેદવાર જો બિડનની વધી રહેલી લોકપ્રિયતા : કોરોના વાઇરસને નાથવામાં નિષ્ફળતા , અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોતથી ફાટી નીકળેલા તોફાનો , તથા બેરોજગારી વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આસન ડોલાવી શકે તેવો સર્વે

વોશિંગટન : નવેમ્બર માસમાં યોજાનારી અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી રસાકસીભરી બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.જે મુજબ  ડેમોક્રેટિક પાર્ટીના હરીફ ઉમેદવાર જો બિડનની વધી રહેલી લોકપ્રિયતા ,કોરોના  વાઇરસને નાથવામાં ટ્રમ્પની  નિષ્ફળતા , અશ્વેત જ્યોર્જ  ફ્લોઇડના મોતથી ફાટી નીકળેલા તોફાનો , તથા બેરોજગારીનો વધી રહેલો દર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આસન ડોલાવી શકે તેવું જુદા જુદા ત્રણ સર્વેમાં બહાર આવ્યું છે.
ફેબ્રુઆરીમાં બિડેન ટ્રમ્પથી સામાન્ય આગળ હતા. પછી આ અંતર 5% થયું, ત્યાર પછી 12% અને જુન મહિનો આવતા-આવતા બિડેન ટ્રમ્પથી 14% આગળ નિકળી ગયા છે. રાષ્ટ્રિય સ્તરે જોઈએ તો વર્તમાન સમયમાં જો ચૂંટણી થાય તો બિડેન અમેરિકાના 50 રાજ્યોમાંથી 25માં સીધા આગળ નીકળી ચૂક્યા છે, જ્યારે ટ્રમ્પ માત્ર 13 રાજ્યમાં જ સ્પષ્ટ વિજય મેળવતા દેખાઈ રહ્યા છે. 8 રાજ્યમાં બંને ઉમેદવારોનો મામલો 50-50% છે, જ્યારે 4 રાજ્યમાં અત્યારે અનિશ્ચિતતાની સ્થિતિ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે, આથી બંને ઉમેદવાર પાસે પોત-પોતાની તૈયારી માટે પુરતો સમય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા  મળે છે.

 

(6:30 pm IST)