Gujarati News

Gujarati News

News of Saturday, 13th June 2020

કોરોના વાઇરસના ફેલાવા માટે સંપર્ક કરતા હવાનું માધ્યમ વધુ જવાબદાર : WHO એ પણ હવાના માધ્યમની અવગણના કરી સંપર્કને વધુ જવાબદાર ગણ્યું : જાહેર સ્થળો પર ફેસમાસ્કનો ઉપયોગ સંક્ર્મણ રોકવામાં મદદરૂપ : અમેરિકન વૈજ્ઞાનિકોનું તારણ

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના ફેલાવા માટે અત્યાર WHO એ પણ  સંપર્કને જવાબદાર ગણી હવાના માધ્યમની અવગણના કરી  હતી.પરંતુ અમેરિકન વૈજ્ઞાનિકોના તારણ મુજબ કોરોના વાઇરસના ફેલાવા માટે સંપર્ક કરતા હવા વધુ જવાબદાર હોઈ શકે છે.આથી જાહેર સ્થળો ઉપર ફેસમાસ્કનો ઉપયોગ સંક્રમણના ફેલાવામાં મદદરૂપ થઇ શકે તેવું અમેરિકન વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે.
              રસાયણ વિજ્ઞાનમાં 1995માં નોબેલ પુરસ્કાર જીતેલા મારિયો જે મોલિના સહિત વિજ્ઞાનીઓની ટીમે મહામારીના ત્રણ કેન્દ્રો ચીનનુ વુહાન, અમેરિકાનુ ન્યૂયોર્ક અને ઇટાલીમાં કોરોના સંક્રમણની પ્રવૃત્તિ અને અંકુશ માટે લેવાયેલા પગલાઓનુ આંકલન કરી કોવિડ-19 ફેલાવાના માધ્યમો વિશે માહિતી મેળવી હતી.
વિજ્ઞાનીઓ મુજબ અમેરિકામાં લાગુ સામાજીક અંતર જાળવવાના નિયમો જેવા અન્ય પગલા કોરોના સંક્રમણ સામે પૂરતા હથિયાર નથી. વિજ્ઞાનીઓએ રિસર્ચ થકી દાવો કર્યો છે કે, કોરોના જેવી ધાતક મહામારીને રોકવામાં વિશ્વ એટલા માટે નિષ્ફળ રહ્યુ કારણ કે તેણે હવાના માધ્યમથી વિષાણુ ફેલાવાની ગંભીરતાને ઓળખી જ નથી.

(7:27 pm IST)