Gujarati News

Gujarati News

News of Saturday, 13th June 2020

" વર્લ્ડ ફૂડ પ્રાઈઝ " : કૃષિ ક્ષેત્રે નોબલ પ્રાઈઝ સમાન ગણાતો અમેરિકાનો એવોર્ડ ભારતીય મૂળના વૈજ્ઞાનિક શ્રી રતન લાલને ફાળે : ખેતીમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઓછી કરતા ઉત્પાદનો વધારી 50 કરોડ ખેડૂતોને મદદ કરી

વોશિંગટન : કૃષિ ક્ષેત્રે નોબલ પ્રાઈઝ સમાન ગણાતો અમેરિકાનો 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ' એવોર્ડ ભારતીય મૂળના વૈજ્ઞાનિક શ્રી રતન લાલને ફાળે ગયો છે. જેમણે  ખેતીમાં ક્લાઈમેટ ચેન્જની અસર ઓછી કરતા ઉત્પાદનો વધારી 50 કરોડ ખેડૂતોને મદદ કરીછે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ડો.રતન લાલની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમણે આશરે 50 કરોડ ખેડૂતોને મદદ કરી છે. તેમણે ખેડૂતોને વધારે સારા સંચાલન, માટીના ઓછા ધોવાણ તથા કુદરતી રીતે માટીમાં પોષક તત્વો કેવી રીતે જાળવી રાખવા તે અંગે શિખવ્યું છે.
પોમ્પિયોએ કહ્યું કે વિશ્વની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે એવા સંશાધનોની જરૂર છે કે જેનાથી ઉત્પાદનને પણ વધારી શકાય તેમ જ પર્યાવરણ તથા માટીને નુકસાન ન થાય. ડો. લાલ દ્વારા માટી અંગે કરવામાં આવેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે આ પ્રકારની સમસ્યાનો આપણી પાસે ઉકેલ છે.
ડો. લાલે વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (World Food Prize) મેળવ્યા બાદ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સૌનું પેટ ભરવાનું કામ ત્યા સુધી નહીં કરી શકીએ કે જ્યા સુધી સૌ કોઈને પૂરતા પ્રમાણમાં પૌષ્ટીક આહારની સાથે સ્વચ્છ ધરતી અને સ્વચ્છ પર્યાવરણ ન મળે આ પુરસ્કાર એટલા માટે વિશેષ મહત્વનો છે કારણ કે વર્ષ 1987માં પ્રથમ વખતે આ પુરસ્કાર ભારતીય કૃષિ વૈજ્ઞાનિક ડો.એમએસ સ્વામીનાથને મળ્યો હતો. ડો.સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા હતા.

(6:38 pm IST)