Gujarati News

Gujarati News

News of Saturday, 13th June 2020

અમેરિકામાં આણંદ જીલ્લાના યુવકનું કોરોનાથી મોત

આણંદઃ બોરસદ તાલુકાના વાસણા (બો) ગામના યુવકનું અમેરિકામાં કોરોનાને કારણે મોત થતા પરિવારમાં શોક છવાય ગયેલ.

બોરસદના વાસણા (બો) ગામના રહેવાસી શૈલેષ પટેલ કેટલાક વર્ષોથી અમેરિકાના ન્યુજર્સીમાં સ્થાયી થઈ નોકરી કરતા હતા. ૧૦ દિવસ પહેલા યુવકને કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયેલ. સારવાર દરમિયાન ગુરૂવારે મોડીરાતે મૃત્યુ પામેલ.

(3:04 pm IST)