Gujarati News

Gujarati News

News of Saturday, 13th June 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ચૂંટણી પ્રચારમાં ગરમાવો : નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણી માટે સામસામા આક્ષેપો શરુ : ટ્રમ્પ હારશે તો પણ ખુરશી નહીં છોડે : ડેમોક્રેટિક ઉમેદવાર જો બાયડન : વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ બાયડનના નિવેદેનને હાસ્યાસ્પદ ગણાવ્યું

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ગરમાવો આવવાનું શરૂ થઇ ગયું છે.જે મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાયડને વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે ટ્રમ્પ છેતરપિંડી કરી શકે છે.એટલુંજ નહીં તેઓ હારે તો પણ ખુરશી નહીં છોડે.
જોકે સામાપક્ષે વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ ઉપરોક્ત આક્ષેપને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)