Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ચમત્કારને નમસ્કાર : ડોનાલ્ડ ટ્રમ્પએ ચીનને આપેલી ધમકીની અસર : અમેરિકા સાથે કરાર કરવા ચીન તૈયાર : કોરોના મહામારી સામેની લડાઈમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાવવા માટે ચીનને જવાબદાર ગણી તેની સાથેના વ્યવસાયિક સબંધો તોડી નાખવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીએ તાત્કાલિક અસર કરી દીધી છે.જે મુજબ આ ધમકીના બીજા જ દિવસે એટલેકે ગઈકાલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું- ચીન-અમેરિકા સંબંધોના વિકાસને ટકાવી રાખવા બન્ને દેશમાં લોકોના મૂળભૂત હિતમાં છે અને વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પણ તે જરૂરી છે. વર્તમાનમાં ચીન અને અમેરિકાને મહામારી વિરુદ્ધ મજબૂત સહયોગ બનાવી રાખવો જોઇએ. જેટલું જલ્દી થાય દર્દીઓને સ્વસ્થ કરીને ઇકોનોમી પ્રોડક્શન ફરી પાટા પર લાવવું જોઇએ. આ ત્યારેજ શક્ય બનશે જ્યારે અમેરિકા ચીન સાથે કરાર કરશે.

(11:50 am IST)