Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમેરિકાના બોસ્ટનમાં ''હિન્દુ મિડીયા બ્યુરો''નું લોંચીંગઃ મુખ્ય વકતા તરીકે શ્રી રાજીવ મલ્હોત્રાએ ઉદબોધન કર્યુ

બોસ્ટનઃ અમેરિકાના બોસ્ટનમાં ''હિન્દુ મિડીયા બ્યુરો''નું લોંચીંગ કરાયું છે. આ પ્રસંગે મુખ્ય વકતા તરીકે શ્રી રાજીવ મલ્હોત્રાએ ઉદબોધન કર્યુ હતું. જે અંતર્ગત તેમણે મિડીયા બ્યુરોએ દર્શાવવા જોઇતા ખાસ નક્કર તથા નવા વિચારો, પ્રોજેકટસ, તથા પ્રયોઝલ્સ વિષયક મંતવ્ય રજુ કર્યુ હતું. તથા બ્યુરોના આયોજકોને હૃદયપૂર્વકનું સમર્થન પાઠવ્યું હતું તથા શુભેચ્છા પાઠવી હતી. તથા ડોનેશન માટે અપીલ કરી હતી. તેવું શ્રી રાજીવ મલ્હોત્રાની યાદી જણાવે છે.

 

(8:45 pm IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST