Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સએ આગામી વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા કેરીસને અભિનંદન આપ્યા : સત્તા સોંપવામાં પુરેપુરો સહકાર આપવાની ખાત્રી આપી : વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સત્તા સોંપવામાં જો બિડનને સહકાર આપવાને બદલે શપથવિધિ સમયે હાજર રહેવાની પણ અનિચ્છા વ્યક્ત કરી

વોશિંગટન : અમેરિકામાં નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનો સોગંદવિધિ 20 જાન્યુઆરીના રોજ યોજાનારો છે.જે માટે તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ ગઈ છે.

દરમિયાન આ શપથવિધિ પ્રસંગને અનુલક્ષીને વર્તમાન વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સએ ગુરુવારના રોજ આગામી વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા કેરીસને અભિનંદન આપ્યા હતા .તથા સત્તા સોંપવામાં પુરેપુરો સહકાર આપવાની ખાત્રી  આપીહતી .જયારે  વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સત્તા સોંપવામાં જો બિડનને સહકાર આપવાને બદલે શપથવિધિ સમયે હાજર રહેવાની પણ અનિચ્છા વ્યક્ત કરી છે.

સ્થાનિક સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ શપથવિધિના દિવસે સવારે જ વોશિંગટન છોડીને જતા રહેવાની ફિરાકમાં છે.તેઓ ફ્લોરિડા જતા રહે તેવી સંભાવના દર્શાવાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)