Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

' ઇનોગ્રેશન ફન ફેર ફોર જો એન્ડ કમલા ' : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટની શપથવિધિ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભારતની ઓર્કેસ્ટ્રાને આમંત્રણ : શપથવિધિના એક દિવસ અગાઉ 19 જાન્યુઆરીના રોજ અમેરિકન સમય મુજબ બપોરે 12 વાગ્યે યોજાનારો ઓનલાઇન પ્રોગ્રામ : સોશિઅલ મીડિયા ઉપર પ્રસારિત કરાશે

વોશિંગટન : અમેરિકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટ અનુક્રમે જો બિડન તથા સુશ્રી કમલા હેરિસનો શપથવિધિ 20 જાન્યુઆરીના રોજ યોજાનારો છે.

ત્યાર પહેલા એક દિવસ અગાઉ એટલે કે 19 જાન્યુઆરીના રોજ અમેરિકન સમય મુજબ બપોરે 12 વાગ્યે ' ઇનોગ્રેશન ફન ફેર ફોર જો એન્ડ કમલા ' નું આયોજન કરાયું છે.જેમાં ભારતની ' સાઉથએશિયન  સિમ્ફની ઓર્કેસ્ટા ' ની નિવેંધી કરુણારત્નને ઓનલાઇન પ્રોગ્રામ આપવા માટે આમંત્રિત કરાયા છે.જે માટે  ' સાઉથએશિયન  સિમ્ફની ઓર્કેસ્ટા ' ની સહ સ્થાપક તથા ટ્રસ્ટી સુશ્રી નિરુપમા રાવે હર્ષ વ્યક્ત કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:28 am IST)