Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સાઉથ એશિયન મહિલાઓ ઉપર આચરાતી ઘરેલુ હિંસા સામે રક્ષણ આપવા ' માનવી ' ના ઉપક્રમે વર્ચ્યુઅલ ફંડ રાઈસિંગ પ્રોગ્રામનું લોન્ચિંગ કરાયું : 12 ડિસેમ્બરથી શરૂ કરાયેલી તથા એક મહિના સુધી ચાલનારી ઝુંબેશ દ્વારા 50 હજાર ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક


વોશિંગટન : યુ.એસ.માં વસતી સાઉથ એશિયન મહિલાઓ ઉપર આચરાતી ઘરેલુ હિંસા સામે રક્ષણ આપવા  ' માનવી  ' ના ઉપક્રમે 12 ડિસેમ્બરના રોજ સૌપ્રથમ વર્ચ્યુઅલ ફંડ રાઈસિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

એક મહિના સુધી ચાલનારી આ ફંડ રાઈસિંગ ઝુંબેશ દ્વારા  50 હજાર ડોલર ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.જે પૈકી 1 ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલા કિક ઓફ પ્રોગ્રામ સમયે જ 40 હજાર ડોલર ભેગા થઇ ગયા હતા.

આ રકમનો ઉપયોગ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલા તથા તેના ઉપર આધારિત  પરિવાર માટે કરાશે .

ખાસ કરીને કોવિદ -19 સંજોગોમાં ઘરની બહાર નહીં નીકળી શકતી પીડિત મહિલાઓ ની મદદ માટેની માંગણીને ધ્યાને લઇ ઉપરોક્ત આયોજન કરવામાં આવ્યું છે.તેથી આ માટે ડોનેશન આપવા અનુરોધ કરાયો છે.

(7:18 pm IST)