Gujarati News

Gujarati News

News of Monday, 14th December 2020

ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.ના નવનિયુક્ત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી સુધીર વૈષ્ણવની સર્વાનુમતે નિમણુંક : ભારતની સંસ્કૃતિના વ્યાપ માટે સદાય તત્પર રહીશ : શ્રી વૈષ્ણવનો કોલ

ન્યુયોર્ક : ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.ના નવનિયુક્ત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી સુધીર વૈષ્ણવની નિમણુંક થઇ છે.તેઓ 2008 થી 2020 ની સાલ દરમિયાન હોદ્દો સંભાળનાર શ્રી દિપક દવેનું સ્થાન લેશે.

ભારત તથા અમેરિકાના સંયુક્ત બોર્ડના બનેલા આ ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણુંક મળવા બદલ શ્રી સુધીર વૈષ્ણવે હર્ષ વ્યક્ત કર્યો હતો તથા ભારતની સંસ્કૃતિના વ્યાપ માટે સદાય તત્પર રહેવાનો કોલ આપ્યો હતો.

શ્રી વૈષ્ણવ તથા તેમનો પરિવાર ભવન સાથે 1981 ની સાલથી ભવન સાથે  જોડાયેલ છે.તેવું તેમણે જણાવ્યું હતું.

શ્રી વૈષ્ણવની નિમણૂકને ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ. ના ચેરમેન ડો.નવીન મેહતા તથા ડો. શ્રી એચ.આર.શાહે આવકારી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના આજથી 81 વર્ષ પહેલા સ્વ.શ્રી કનૈયાલાલ મુનશીએ કરી હતી.જે માટે તેમને મહાત્મા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલનો સહયોગ મળ્યો હતો.

ભવનના યુ.એસ.એ.ખાતેના બોર્ડમાં ડો.ભુપેન્દ્ર પટેલ ,ડો.હરીશ મિસ્ત્રી ,ડો.પ્રવીણ ચોપરા ,શ્રી યાકુબ મેથ્યુ ,શ્રી રવિ આયર ,સુશ્રી રિદ્ધિ ગાંધી ,તથા સુશ્રી મેઘા ભૌરાસ્કારનો સમાવેશ થાય છે.તેવું આઈ.ડબલ્યુ.દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)