Gujarati News

Gujarati News

News of Monday, 14th December 2020

યુ.કે.માં શીખ ખેડૂતોની કાર રેલી : ટ્રેકટર , ટ્રક ,મોટરસાઇકલ ,કાર ,સહિતના વાહનોમાં બે હજાર જેટલા ખેડૂતો જોડાયા : બર્મિંગહામમાં આવેલા ભારતીય દૂતાવાસ સામે કૃષિ ધારા વિરુદ્ધ દેખાવો કર્યા : ભારતના ખેડૂત આંદોલનને સમર્થન આપવા ઓક્સફર્ડ યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સ પણ જોડાયા


લંડન : યુ.કે. ના બર્મિંગહામમાં શનિવારે શીખ ખેડૂતોની કાર રેલી યોજાઈ હતી.જેમાં ટ્રેકટર , ટ્રક ,મોટરસાઇકલ ,કાર ,સહિતના વાહનોમાં બે હજાર જેટલા ખેડૂતો જોડાયા હતા.જેઓએ બર્મિંગહામમાં આવેલા ભારતીય દૂતાવાસ સામે કૃષિ ધારા વિરુદ્ધ દેખાવો કર્યા હતા.ભારતના ખેડૂત આંદોલનને સમર્થન આપવા ઓક્સફર્ડ યુનિવર્સીટીના સ્ટુડન્ટ્સ પણ જોડાયા હતા.

ભારતીય દૂતાવાસ સામે ખેડૂતોએ પોસ્ટર પ્રદર્શન કર્યું હતું.તથા અમે આતંકવાદી નથી ખેડૂત છીએ તેવા સૂત્રો દર્શાવ્યા હતા.આ રેલીમાં બર્મિંગહામ ઉપરાંત ડર્બી ,કોવેન્ટ્રી ,લેસ્ટર ,યોર્કશાયર સહીત જુદા જુદા વિસ્તારોમાં સ્થાયી થયેલા પંજાબી પરિવારો જોડાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(4:35 pm IST)