Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

ટ્રમ્પ શાસનના છેલ્લા દિવસોમાં પણ મૃત્યુદંડનો સિલસિલો ચાલુ : 130 વર્ષમાં સૌપ્રથમ મામલો : હજુ સત્તા સોંપતા પહેલા 4 વ્યક્તિને મૃત્યુદંડ આપશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદ ઉપર પરાજિત થઇ ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પએ હજુ સુધી વ્હાઇટ હાઉસ છોડ્યું નથી.એટલું જ નહીં સત્તા પણ પોતાની પાસે રાખી છે.

તાજેતરમાં ગુરુવારે એક અપરાધીને મૃત્યુદંડની સજા કરી દીધી છે.જે બાબત સત્તા છોડવાના છેલ્લા દિવસોમાં મૃત્યુદંડ આપવા અંગેનો  અમેરિકાના 130 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ મામલો છે. આ અગાઉ 1890 ની સાલમાં તત્કાલીન પ્રેસિડન્ટે સત્તા છોડતા પહેલા અપરાધીને મૃત્યુદંડ આપ્યો હતો.

 આ મૃત્યુદંડ ચાલુ વર્ષનો નવમો મામલો છે.એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ સત્તા છોડતા પહેલા 4 અપરાધીઓને મૃત્યુદંડ આપવાની ફીરાકમાં છે. તેમની પાસે અનેક અપરાધીઓની મૃત્યુદંડ આજીવન કારાવાસમાં ફેરવવા માટે અરજીઓ આવી હતી.

આ અગાઉ તેમણે નવેમ્બર માસના અંતમાં 1999ની સાલના અપરાધીને ઝેરનું ઇન્જેક્શન આપી  મૃત્યુદંડ આપ્યો હતો.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)