Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

NASA દ્વારા ચન્દ્ર મિશન માટે પસંદ કરાયેલી 18 અવકાશ યાત્રીઓની ટીમમાં ઇન્ડિયન અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીનો સમાવેશ

વોશિંગટન : તાજેતરમાં NASA દ્વારા ચન્દ્ર મિશન માટે પસંદ કરાયેલી 18 અવકાશ યાત્રીઓની ટીમમાં ઇન્ડિયન અમેરિકન એસ્ટ્રોનોટિક્સ એન્જીનીઅર  શ્રી રાજા ચારીનો સમાવેશ કરાયો છે.

આ આર્ટેમીસ ટિમ 2024 ની સાલ માટે ચંદ્ર ઉપર જવાની તૈયારીમાં મદદરૂપ થશે.
વાઇસ પ્રેસિડન્ટ માઈક પેન્સએ 9 ડિસેમ્બરના રોજ ફ્લોરિડા ખાતે કેનેડી સ્પેસ સેન્ટર મુકામે આ ટીમના સભ્યોનો પરિચય આપી તેઓનો હીરો તરીકે વર્ણવ્યા હતા.જેઓ ચંદ્ર મિશન પાર પાડવામાં મહત્વનું યોગદાન આપવાના છે.

શ્રી રાજા ચારી 2017 ની સાલમાં યુ.એસ.એરફોર્સમાં જોડાયા હતા.
તેમણે એસ્ટ્રોનોટિકલ બેચલર ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી મેળવેલી છે.
તેમના પિતાશ્રી શ્રીનિવાસ વી.ચારી ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા આવ્યા હતા.

(9:49 pm IST)