Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ ઓબામાકેરના કાયદાને કોઇ પણ સંજોગોમાં નેસ્‍તનાબુદ કરી શકે તેમ ન હોવાથી તેમજ તેઓની ત્રણ વર્ષની ઝંઝાવાત મહેનતનો હવે અંત આવી રહ્યો હોય એમ લાગતા આ પાર્ટીના નેતાઓએ ઓબામાને કેરના કાયદાને હવે ટ્રમ્‍પકેર કાયદામાં વળાંક આપવાનો પ્રયત્‍ન શરૂ કર્યો હોવાના ચીન્‍હો દ્રષ્‍ટિ ગોચર થઇ રહ્યો છેઃ હાલના શોર્ટ ડયુરેશન ઇન્‍સ્‍યોરન્‍સ પ્‍લાનના જે નિયમો છે તેની જગ્‍યાએ નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેથી હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ક્ષેત્રમાં અનેક પ્રકારના અવનવા ફેરફારો અમેરીકન પ્રજા હવે નજીકના ભવિષ્‍યમાં જોઇ શકાશે

(સુરેશ શાહ દ્વારા) શિકાગો રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ ઓબામાકેરના કાયદાને કોઇ પણ સંજોગોમાં નેસ્‍ત નાબુદ કરી શકે તેમ ન હોવાથી તેમજ તેઓની ત્રણ વર્ષની ઝંઝાવાત મહેનતનો હવે અંત આવી રહ્યો હોય એમ લાગતા આ પાર્ટીના નેતાઓએ ઓબામાકેરના કાયદાને હવે ટ્રમ્‍પકેરમાં વળાંક આપવાનો પ્રયાસ શરૂ કરેલ હોય તેવા ચિન્‍હો હાલમાં દ્રષ્‍ટિ ગોચર થઇ રહ્યા છે રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ તેમના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સહીત ઓબામાકેર એકટનો કેવી રીતે નેસ્‍ત નાબુદ કરવો તે અંગે કોઇ પણ પ્રકારનો સરળ માર્ગ શોધી શકયા ન હોવાથી હવે આ કાયદાને કેવી રીતે નબળો તેમજ અસરકારક રીતે કાર્ય ન કરી શકે તે દિશામાં આગળ વધી રહ્યા છે અને અંતે તેનું બાળમરણ થાય તેવા માર્ગે તેઓ આગળ વધી રહ્યા હોવાનું દેખાઇ રહ્યુ ંછે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જયારે પ્રમુખપદની સત્તા પોતાના હાથમાં લીધી ત્‍યારથીજ તેમણે ઓબામાકેર અંગે જે જે જાહેરાત કરવામાં આવે છ તેના ખર્ચમાં અનહદ પ્રમાણમાં કાપ મૂકી તેને લુલી બનાવી દિધી હતી કે જેથી ઓબામાકેર એકટ દ્વારા જે  એનરોલમેન્‍ટની જાહેરાત ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન કરવાની હોય તો તે ન થઇ શકે અને અમેરીકન પ્રજા તેનાથી અજાણ રહેતા તેઓ હેલ્‍થ ઇન્‍સ્‍યો રનસનો લાભ ન લઇ શકે પરંતુ આ તેમની નિતિઓ સરીયામ નિષ્‍ફળ નિવડી હતી કારણકે ઓબામાકેરના એનરોલ-મેન્‍ટ અંગે અગાઉના સમયમાં જે જાહેરાતો કરવામાં આવેલ તેનાથી અમેરીકન પ્રજા માહીતગાર હતી એટલે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું વહીવટી તંત્ર આ કાય૪માં જરૂરી સફળતા મેળવી શકયું ન હતું અને તેઓની સમગ્ર ધારણા તથા બાજી ઉલ્‍ટી પડી ગઇ હતી અને જનતાએ ધારવા કરવા સારા એવા પ્રમાણમાં આ ઓબામાકેર એકટનો લાભ લઇ પોતાના નામો એનરોલમેન્‍ટ કરવ્‍યા હતા. અને આ સમગ્ર પ્રક્રિયાને અમેરીકન પ્રજા તરફથી સારો એવો સહયોગ પ્રાપ્ત  થયો હતો અને આ કાર્યને સારો એવો વેગ મળ્‍યો હતો.

હવે જાણવા મળે છે તેમ રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા નેતા એવા પગલા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે કે તેની અસર ઓબામાકેર એકટમાં થઇ શકે. તાજેતરમાં રીપબ્‍લીકન પાર્ટીના સેનેટના સભ્‍યોએ ટેક્ષની નાબુદી કરતુ એક બીલ પસાર કરેલ છે અને તેમાં ફરજીયાત પણે દરેક વ્‍યક્‍તીએ ઇન્‍સ્‍યોરન્‍સ લેવાને રહે છે તે કાયદાને નાબુદ કરવાનું પગલું ભરેલ છે જો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ ન લેવામાં આવે તો વર્ષના અંતે દંડની રકમ ભરપાઇ કરવાની જે જોગવાઇ ઓબામાકેર બીલમાં છે તેને પણ નાબુદ કરવામાં આવેલ છે જો આ જોગવાઇને કાયદાનું સ્‍વરૂપ આપવામાં આવશે તો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લેનારાઓની સંખ્‍યાતો ઘટી જશે પરંતુ તેની સાથ સાથે ઇન્‍સ્‍યોરન્‍સના પ્રિમીયમમાં વધારો થયેલો જોવા મળશે એવો અભિપ્રાય આ ક્ષેત્રના નિષ્‍ણાતોએ આપેલ છે

રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓએ ઓબામાકેરના કાયદામાં જે સુધારા કરવાના આરંભ કરેલ છે તેનાથી તેની નાબુદીમાં જરા પણ અસર થશે નહી કારણ કે એબામાકેરમાં જે જોગવાઇઓ કરવામાં આવેલ છે તેમાં જે વ્‍યક્‍તિઓ પોતે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ લે તો તેમાં કોનો સમાવેશ અને તે અંગેનો ખર્ચ કેટલો આવશે તેની પણ માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેની સાથે સાથે દરેક રાજયમાં મેડીકેડના પ્રોગ્રામ માટે જરૂરી નાણાં ફાળવવાની પણ તેમાં જોગવાઇ કરવામાં આવેલ છે. આ નિયમો જયા સુધી ઓબામાકેર એકટમાં છે અને તે દ્વારા અગાઉના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કરેલ જોગવાઇઓ અનુસાર આ કાયદાને જરૂરી નાણાં ફાળવવાનું ચાલુ રહેશે તો જનતાને નિયમ અનુસાર તેના લાભો મળતા રહેશે અને લાખો લોકોની સંખ્‍યાને તેનાથી ફાયદો થશે એવું નિષ્‍ણાતોનું માનવુ છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ મેડીકેડના પ્રોગ્રામમાં અવનવા સુધારાઓ આવી રહ્યા છે અને આ વર્ષ આ માર્કેટીલેસમાં નામ નોંધાવતી વખતે મોટા પ્રમાણમાં અત્રેના રહીશોને સારી એવી અસર થશે અને ઘણાં લોકો હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ વિહોણા થઇ જવાનો ભય સતાવી રહ્યો છે અને આવતા શુક્રવારે ડીસેમ્‍બર માસની ૧૫મી તારીખે હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સમાં એનરોલમેન્‍ટ થવાની મુદત પૂર્ણ થાય છે ત્‍યારે આ ક્ષેત્રમાં અનેક પ્રકારની મુશ્‍કેલીઓનું સર્જન થાયતો નવાઇની વાત નથી. અને તેથી ત્રણ વર્ષથી કરવામાં આવી રહેલા તમામ પ્રયાસો પર પાણી ફરી વળેતો નવાઇની વાત નથી.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે જયારથી પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્‍યો ત્‍યારથી તેમણે ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને જે સ્‍પેશીયલ નાણા આપવામાં આવતા હતા તે આપવાના બંધ કરી દીધેલ છે આ સમગ્ર પ્રશ્ન કાયદાકીય છે પરંતુ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીના સત્તાવાળાઓએ પ્રિમીયમના નાણામાં અચાનક વધારો કરતા લોકો પરિવાર મુશ્‍કેલીમાંથી પસાર  થઇ રહેલ છે.

અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ હેલ્‍થકેર કાયદાનો લાભ પ્રજાને મળે તે માટે અથાગ પ્રયાસ અને પ્રચાર પણ કર્યો હતો પરંતુ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેનાથી અવવા દિશા પકડી આ કાયદો પૂર્વ થઇ ગયેલર છે એવી જાહેરાત કરી તેનું બાળમરણ કરીન નાખ્‍યુ હતુ.

હવે જાણવા મળે છે તેમ પ્રમુખ ટ્રમ્‍પમાં વહીવટી તંત્રએ શોર્ટ ડયુરેશન ઇન્‍સ્‍યોરન્‍સ પ્‍લાનના જે નિયમો છે તેમાં સુધારો કરતી એક યોજના તૈયાર કરેલ છે અને તે અંગે શી માહિતી છે તેનાથી પ્રજા માહિતગાર થાય તેવા હાથ ધરવામાં આવેલ છે પરંતુ અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રે આ સમગ્ર યોજના અંગે પ્રજાને જાણકારી આપેલ નથી અને તે મળતા આ યોજના કેવી હશે. તે અંગે હાલમાં કંઇ કહી શકાય તેમ નથી.

આ અંગે જેમ જેમ જાણકારી પ્રાપ્ત થશે તેમ તેમ અમો અમારા વાંચક વર્ગને તેનાથી માહિતગાર કરતા રહીશુ તેની સૌ ખાત્રી રાખે.

(9:11 pm IST)