Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

‘‘મિસ ઇન્‍ડિયા ન્‍યુયોર્ક ર૦૧૭ '' નો તાજ શિવાંગી મૈનીના શિરે : મિસ ટિન ઇન્‍ડિયા તથા મિસીસ ઇન્‍ડિયા ન્‍યુયોર્કનો તાજ અનુક્રમે વિનિકા શિકાપુરી તથા શ્રીમતિ તલથ કાદરીના શિરે : તાજ વિજેતાઓ આગામી ૧૭ ડિસે. ના રોજ ન્‍યુજર્સીમાં યોજાનારી સ્‍પર્ધામાં ન્‍યુયોર્કનું પ્રતિનિધિત્‍વ કરશે

ન્‍યુયોર્ક : યુ.એસ.માં ૩ ડિસે.ના રોજ લોંગ આઇલેન્‍ડ ન્‍યુયોર્ક મુકામે યોજાયેલી ૩૬મી  સૌંદર્ય સ્‍પર્ધામાં કિવન્‍સ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન યુવતિ શિવાંગી મેઇની ‘‘ મિસ ઇન્‍ડિયા ન્‍યુયોર્ક ર૦૧૭ '' નો તાજ વિજેતા બની છે. જયારે પ્રથમ રનર્સ અપ તરીકે લોંગ આઇલેન્‍ડની યુવતિ રેણુકા જોસેફ તથા સેકન્‍ડ રનર્સ અપ તરીકેનો તાજ સુફોલ્‍ક કાઉન્‍ટીન યુવતિ ઇનપ્રિત રતુના શિરે ગયો છે.

પાનાચે એન્‍ટરટેઇનમેન્‍ટ તથા  IFC ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ સૌંદર્ય સ્‍પર્ધામાં ‘‘ મિસ ટિન ઇન્‍ડિયા ન્‍યુયોર્ક''    નો તાજ મેલેવિલ્લે લોંગ આઇલેન્‍ડની તરૂણી વિનિકા શિકાપુરીના શિરે તથા ‘‘મિસીસ ઇન્‍ડિયા ન્‍યુયોર્ક '' નો તાજ શ્રીમતિ   લોંગ આઇલેન્‍ડની મહિલા સુશ્રી તલથ કાદરીના શિરે ગયો છે.

આ ઉપરાંત સૌંદર્ય સ્‍પર્ધામાં જુદી જુદી કેટેગરી માટે  ‘‘ બ્‍યુટીફુલ સ્‍માઇલ '', ‘‘મોરાટ ફોટોજેનિક '' સહિતની સ્‍પર્ધા પણ યોજાઇ હતી. તાજ વિજેતાઓ આગામી ૧૭ ડીસે. ના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ ન્‍યુજર્સી મુકામે યોજાનારી સૌંદર્યમાં ન્‍યુયોર્કનું પ્રતિનિધિત્‍વ કરશે.

(9:54 pm IST)